For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામઃ રેલી દરમિયાન બેભાન થયા ભાજપ કાર્યકર્તા, પીએમ મોદીએ મંચ પરથી ખુદ મોકલી પોતાની મેડિકલ ટીમ

આસામમાં ચૂંટણી રેલી દરમિયાન ભાજપ કાર્યકર્તા બેભાન થઈ જતા પીએમ મોદીએ પોતાની મેડિકલ ટીમ મોકલી ઈલાજ કરાવ્યો.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. અહીં તામુલપુરમાં તેમણે ભાજપની રેલીને સંબોધિત કરી. પ્રધાનમંત્રીનુ ભાષણ જ્યારે ચાલી રહ્યુ હતુ તે દરમિયાન એક કાર્યકર્તાની તબિયત બગડી ગઈ. રેલીમાં હાજર વ્યક્તિ બેભાન થઈને પડી ગયા તેના પર પીએમ મોદીની નજર પડી ગઈ. એવામાં પ્રધાનમંત્રીએ મંચ પરથી કહ્યુ કે મારી સાથે પીએમઓથી ડૉક્ટરોની જે ટીમ આવી છે, તે ત્યાં જાય અને આ સાથીનો ઈલાજ કરે. પીએમે મંચ પરથી કહ્યુ કે કદાચ પાણીની કમીની કારણે તેમની તબિયત બગડી છે. મારી સાથે આવેલા ડૉક્ટરો જઈને જુએ. ત્યારબાદ ડૉક્ટરો પહોંચ્યા અને એ વ્યક્તિનો ઈલાજ કરવામાં આવ્યો.

pm modi

આસામમાં અંતિમ દોરમાં ચૂંટણી માટે તામુલપુર પહોંચેલા પીએમ મોદીએ અહીં પોતાના ભાષણમાં કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલને નિશાના પર લીધા અને ભાજપને વોટ આપવાની અપીલ કરી. મોદીએ અહીં કહ્યુ કે દેશમાં અમુક વાતો એવી ખોટી ચાલી રહી છે. જો આપણે સમાજમાં ભેદભાવ કરીને, સમાજના ટૂકડા કરીને પોતાની વોટબેંક માટે કંઈક આપીએ, તો દૂર્ભાગ્ય જુઓ, તેને દેશમાં સેક્યુલરિઝમ કહેવામાં આવે છે. જો બધા માટે કામ કરીએ, ભેદભાવ વિના સૌને જોઈએ, તો કહે છે કે કમ્યુનલ છે. સેક્યુલરિઝન-કમ્યુનિઝમની આ રમતે દેશને બહુ નુકશાન કર્યુ છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ સરકારે પોતાના સમયમાં આસામને હિંસા, બોમ્બ-બંદૂકનો લાંબો સમય આપ્યો. વળી, એનડીએ સરકાર આસામના દરેક સાથીને સાથે લઈને શાંતિ અને સમૃદ્ધિના રસ્તે આગળ વધી રહી છે. આસામમાં તમે લોકોએ એક વાર ફરીથી એનડીએની સરકાર બનાવવાનુ નક્કી કરી લીધુ છે. આસામની ઓળખનુ વારંવાર અપમાન કરનારા લોકોને આસામના લોકો સહન નહિ કરે. આસામને દશકો સુધી હિંસા અને અસ્થિરતા આપનાર, હવે આસામના લોકોને એક પળ પણ સ્વીકાર્ય નથી. આસામના લોકો વિકાસની સાથે છે. અમારો તો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ છે.

બીજા લોકો માની ચૂક્યા છે પોતાની હાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અહીં ચાના બગીચામાં કામ કરતા સાથીઓને પણ કોંગ્રેસે લાંબા સમય સુધી અભાવમાં રાખ્યા હતા. ચાના બગીચામાં કામ કરતા લોકો માટે સૌથી વધુ કામ એનડીએની સરકારે કર્યુ છે. ચૂંટણી અત્યારે ચાલી રહી છે, મે કાલે સાંભળ્યુ કે અમુક લોકોએ માની લીધુ છે કે તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે અને આગલી સરકાર કેવી બનશે, સરકારના લોકોએ શું પહેર્યુ હશે તેનુ તેમણે વર્ણન કર્યુ. આસામનુ આનાથી મોટુ અપમાન ન હોઈ શકે, અત્યારથી 5 વર્ષ બાદ આસામને કબ્જો કરવાની વ્યૂહરચના ચોંકાવનારી વાત છે.

કોરોના અપડેટઃ 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ 89,129 કોવિડ કેસકોરોના અપડેટઃ 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ 89,129 કોવિડ કેસ

English summary
Assam elections: PM Modi asked medical team to help party worker who faced dehydration in Tamulpur rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X