Assam: તિનસુકિયામાં એક ઘરથી 16 માં ઘર સુધી પહોચી આગ, 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ
Assam: અસમના તિનસુકિયા શહેરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. શહેરના રાજા અલી આદર્શ પથ ઝોપડપટ્ટીમાં વિસ્તારમાં આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ તેના લાધી રાત્રે એક ઘરથી 16 માં ઘર સુધી આગ પહોચી ગઇ હતી

જાણાવા મળતી માહિતી અનુસાર આગ સૌથી પહેલા વિશ્વનાથ મહતો નામના એક સ્થાાનીક વ્યક્તિના ઘરમાં આગ લાાગી હતી. ત્યાર બાદ તે ફેલાવા લાગી હતી. ત્યાાર ભાદ આજુ બાજુના ઘરોમાં પણ આગ પ્રસરી ગઇ હતી.
માહિતી અનુસાર ઘટના સ્થળ પર પહોચેલા ફાયરની ગાડીઓએ કલાકો સુધી મહેનત કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનીક લોકો અનુસાર ત્રણ સિલેન્ડરમાં બ્લાસ્થ થયો હતો. આગની ઘટના અંદાજે રાત્રીના 10:30 વાગે બની હતી. જેના લીધે ઝોપડપટ્ટીમાં આગ લાગી ગઇ હતી. જેમા 16 ઘરોને પોતાની ચપેટમાં લીધા હતા .
જોકે સમય રહેતા આગને કંટ્રોલમાં લઇ લેવામાં આવી હતી. તમામ લોકોને સુરક્ષિત હોવાનું જાણાવા મળી રહ્યુ છે. ન્યુઝ એજેન્સી એએઆઇ અનુસાર અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં કોઇ પણ પ્રકારની હાનીની ખબર નથી આગમા લગભગ ઘરોના સામાન્ય સામાન બળીને ખાક થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
