For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં પૂરથી અત્યાર સુધી 71ના મોત, પાણીમાં વહી ગયા 2 પોલિસકર્મી, 42 લાખ લોકો પ્રભાવિત

આસામમાં પૂરની સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં પૂરથી વધુ 9 લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં પૂરથી વધુ 9 લોકોના મોત થયા છે. જેનાથી આસામમાં પૂરથી મરનારની સંખ્યા 71 થઈ ગઈ છે. રવિરવારે પૂરના કારણે છ લોકોના મોત થઈ ગયા જ્યારે ત્રણ અન્ય ભૂસ્ખલનમાં માર્યા ગયા. બધા ત્રણ ભૂસ્ખલનથી સંબંધિત મોતની સૂચના કછાર જિલ્લામાંથી હતી. વળી, ઓછામાં ઓછા આઠ લોકો ગાયબ પણ થઈ ગયા છે. વળી, મધ્ય આસામના નગાંવ જિલ્લાના કામપુર વિસ્તારમાં રવિવારે મોડી રાતે પૂરના પાણીમાં બે પોલિસકર્મી એક કૉન્સ્ટેબલ અને એક અધિકારી વહી ગયા. કૉન્સ્ટેબલનુ શબ મળી આવ્યુ છે અને ગાયબ પોલિસ અધિકારીની શોધ ચાલુ છે. રવિવારે સાંજે રાજ્યમાં પૂર પ્રભાવિત લોકોની સંખ્યા 42 લાખથી વધુ થઈ ગઈ છે.

મૃત્યુ પામેલા 9 લોકોમાંથી ત્રણ મૃત્યુ કછાર જિલ્લામાં

મૃત્યુ પામેલા 9 લોકોમાંથી ત્રણ મૃત્યુ કછાર જિલ્લામાં

તમને જણાવી દઈએ કે 19 જૂન, રવિવારના રોજ મૃત્યુ પામેલા 9 લોકોમાંથી ત્રણ મૃત્યુ કછાર જિલ્લામાં નોંધાયા હતા. બે મૃત્યુ બારપેટામાં થયા હતા ત્યારબાદ બજલી, કામરૂપ, કરીમગંજ અને ઉદલગુરી જિલ્લામાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. ગુમ થયાની વાત કરીએ તો દિબ્રુગઢમાંથી ચાર લોકો ગુમ થયા છે. જ્યારે કછાર, હોજાઈ, તામુલપુર અને ઉદલગુરી જિલ્લામાંથી એક-એક વ્યક્તિ ગુમ છે.

5,137 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા

5,137 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા

આસામમાં અવિરત વરસાદને કારણે આવેલા વિનાશક પૂરે તબાહી મચાવી છે. લગભગ 5,137 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. બરપેટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં 12.76 લાખ લોકો અસરગ્રસ્ત છે. આ પછી દારંગમાં લગભગ 3.94 લાખ લોકો અને નાગાંવમાં 3.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

પરિસ્થિતિ વધુ વણસી રહી છે

પરિસ્થિતિ વધુ વણસી રહી છે

પૂર પીડિતોનુ કહેવુ છે કે તેમણે હવે બધુ ભગવાન પર છોડી દીધુ છે કારણ કે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. આસામના 33 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બક્સા, બરપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા-હસાઓ, ગોલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, હોજાઈ, જોરહાટ, કામરૂપ, કાર્બી. આંગલોંગ હહ. પશ્ચિમ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા, તામુલપુર, તિનસુકિયા અને ઉદલગુરી છે.

English summary
Assam floods 71 Lost his lives Two police washed away in flood waters 42 lakh affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X