એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈના ઘરે એનઆઈએના દરોડા, સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરવા બદલ કરાઈ ધરપકડ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ખેડૂત નેતા અખિલ ગોગોઈના ગુવાહાટીના મકાનમાં દરોડા પાડ્યા છે. ગોગોઈ પહેલાથી જ એનઆઈએની કસ્ટડીમાં છે. નાગરિકત્વના કાયદાના વિરોધમાં તેમને 12 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ અખિલ ગોગોઈ પર યુએપીએ હેઠળ કેસ નોંધ્યો છે.

આ વસ્તુંઓ કરી જપ્ત
ગોગોઈની પત્ની ગીતાશ્રી તામુલીએ કહ્યું છે કે એનઆઈએ દરોડા દરમિયાન અધિકારીઓએ ઘણી ફાઇલો લીધી હતી, જેમાંથી કેટલીક તે કામ કરી રહી હતી. આ સાથે, અધિકારીએ જેલમાં રહેવા દરમિયાન એક જુનો લેપટોપ, તેની ડાયરી અને અન્ય વસ્તુઓ પણ લીધી.

આ કારણે કરાઇ ધરપકડ
ગોગોઇ પર નાગરિકત્વના કાયદા વિરુદ્ધ લોકોને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. કૃષ્ક મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસ) ના નેતા અખિલ ગોગોઇ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ગેરકાયદેસર (પ્રવૃત્તિઓ) નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગોગોઈની જોહાટથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે તેને એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ગોગોઈની અટકાયત અવધિ શુક્રવાર સુધી છે.
|
CAAનો કર્યો હતો વિરોધ
તમને જણાવી દઇએ કે ગોગોઇએ નાગરિકતા સુધારો કાયદાનો સખત વિરોધ કર્યો હતો. આ બિલ રજૂ થયા બાદ જ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તેની અને અન્ય કેટલાક કાર્યકરો સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.