For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રાજ્યોની ચૂંટણી આજે થશે ખતમ, 10 માર્ચે આવશે પરિણામ, છેલ્લા તબક્કામાં યુપીના 9 જિલ્લામાં ચાલી રહ્યુ છે મતદાન

10 ફેબ્રુઆરીથી ચાલી રહેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આજે સમાપ્ત થઈ જશે અને તેના પરિણામો 10 માર્ચે સામે આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 10 ફેબ્રુઆરીથી ચાલી રહેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી આજે સમાપ્ત થઈ જશે અને તેના પરિણામો 10 માર્ચે સામે આવશે. ગોવાની 40 વિધાનસભા સીટ પર 14 ફેબ્રુઆરીએ ચૂંટણી થઈ. વળી, મણિપુરની 60 વિધાનસભા સીટો પર 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થયુ. આ ઉપરાંત ઉત્તરાખંડની 70 વિધાનસભા સીટો પર 14 ફેબ્રુઆરીએ ચૂંટણી થઈ. પંજાબની 117 વિધાનસભા સીટો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. વળી, ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં આજે એટલે કે 7 માર્ચે છેલ્લા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે. કુલ 9 જિલ્લાઓમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

voter

આજમગઢ, મઉ, જૌનપુર, ગાઝીપુર, ચંદોલી, વારાણસી, મિર્ઝાપુર, ભદોહી અને સોનભદ્ર જિલ્લાની 54 સીટો પર મતદારો વોટ કરી રહ્યા છે. આ તબક્કામાં કુલ 2.06 કરોડ મતદારો 54 સીટો માટે ચૂંટણી લડી રહ્યા છે જે 613 ઉમેદવારોના ભાગ્ય પર મ્હોર લગાવશે જેમાંથી 11 અનુસૂચિત જાતિ માટે અને બે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 2017માં ભાજપે પોતાના સહયોગી દળ અપના દલ અને એસબીએસપી સાથે આ ક્ષેત્રમાં 29 સીટો જીતી હતી.

વળી, સપાને 11 અને બસપાને 6 સીટો મળી હતી. સત્તારુઢ ભાજપ માટે આ તબક્કો વધુ એક કારણે મહત્વપૂર્ણ છે. આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીની વિધાનસભા સીટો શામેલ છે. યોગી આદિત્યનાથ સરકારમાં ઓછામાં ઓછા ત્રણ મંત્રીઓને આ જિલ્લાની વિવિધ સીટોમાં મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. જેમાં વારાણસી દક્ષિણમાં પર્યટન મંત્રી નીલકંઠ તિવારી, શિવપુરમાં અનિલ રાજભર અને વારાણસી ઉત્તરમાં રવિન્દ્ર જયસ્વાલ શામેલ છે.

જૌનપુરથી ભાજપે મંત્રી ગિરીશ યાદવ અને મિર્ઝાપુરના મરિહાનથી રમાશંકર સિંહ પટેલને પણ મેદાનમાં ઉતાર્યા છે. સપામાં શામેલ થવા માટે યુપી સરકારમાં મંત્રી પદેથી રાજીનામુ આપનાર દારા સિંહ ચૌહાણને મઉ જિલ્લીની ઘોસી વિધાનસભા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાતમાં અને અંતિમ તબક્કામાં ભાજપના ગઠબંધન સહયોગી અપના દલ(સોનીલાલ) અને નિષાદ પાર્ટીની પણ પરીક્ષા થશે.

વળી, આ તબક્કાનુ પરિણામ સપાના સહયોગી અપના દલ(કામેરાવાડી) અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી(એસબીએસપી) પર પણ દેખાશે. યુપી વિધાનસભા ચૂંટણીના સાતમાં તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે એક સાથે પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી થઈ છે જેનુ પરિણામ 10 માર્ચે આવશે.

English summary
Assembly election polls last phase of uttar pradesh, 5 states results to be declared on March 10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X