પંજાબ અને ગોવામાં આજે છે મતદાન

Posted By:
Subscribe to Oneindia News

દેશના 5 રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણીની આજથી શરૂઆત થઇ ગઇ છે. આજે પંજાબ અને ગોવામાં મતદાન થઇ રહ્યું છે. ગોવાની 40 અને પંજાબની 117 વિધાનસભાની સીટો માટે આજે વોટિંગ શરૂ થયું છે. પંજાબમાં સવારે 9:30 વાગ્યા સુધીમાં 8 ટકા મતદાન થયુ હતું. પંજાબના સાંસદ ભગવંત માનને મોહાલીમાં પોતાનો વોટ નાંખ્યો હતો. ગોવામાં સવારે 9 વાગ્યા સુધી ઉત્તરી ગોવામાં 19 ટકા અને દક્ષિણ ગોવામાં 14 ટકા વોંટિંગ થયું હતું. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકરે પોતાનો વોટ નાંખ્યો હતો. તો બીજી તરફ રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે પણ પણજીથી પોલિંગ બુથની લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું.


election

તો બીજી તરફ પંજાબમાં કોંગ્રેસી નેતા નવજોત સિદ્ધુએ પણ અમૃતસર ઇસ્ટથી મતદાન કરવા પહોંચ્યા હતા પણ ઇવીએમ મશીનમાં ગરબડી થતા વિવાદ થયો હતો. જલંધરમાં પણ ઇવીએમ મશીનની ગરબડી સામે આવી હતી.

English summary
Read here all the update on Assembly election of Punjab and Goa 2017.
Please Wait while comments are loading...