Assembly Elections Result 2023: દક્ષિણમાં ભાજપના, ઉત્તરમાં કોંગ્રેસના સૂપડા સાફ, જાણો 4 રાજ્યોના ચૂંટણી પરિણામ
Assembly Elections Result 2023: મધ્યપ્રદેશ અને તેલંગાણા સહિત પાંચમ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાંથી ચારના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી ચાલુ છે. એક તરફ ભાજપ ઘણા રાજ્યોમાં આગળ છે તો બીજી તરફ કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં આગળ દેખાઈ રહી છે.
અત્યાર સુધીના વલણો જોતા લાગે છે કે ઉત્તર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થવા જઈ રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાંથી ભાજપ ગાયબ થતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના વલણોને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારત કોંગ્રેસ મુક્ત અને દક્ષિણ ભારત ભાજપ મુક્ત થવા જઈ રહ્યું છે.

ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ભાજપ સત્તા પર છે અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે. મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનો છેલ્લો તબક્કો 30 નવેમ્બરે તેલંગાણામાં મતદાન સાથે પૂર્ણ થયો હતો.
એક્ઝિટ પોલ અનુસાર, ચારમાંથી એક રાજ્યમાં બીજેપી આગળ, એકમાં કોંગ્રેસ આગળ રહેશે, જ્યારે બાકીના બે રાજ્યોમાં નજીકની હરીફાઈની શક્યતા હતી. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આગળ છે. તે જ સમયે, માત્ર તેલંગાણામાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અહીં સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 116 છે. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું. શ્રીગંગાનગરની શ્રીકરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કોન્નુરના મૃત્યુને કારણે એક બેઠક પર મતદાન થયું ન હતું. અહીં સત્તામાં આવવા માટે 101 સીટોનો આંકડો પાર કરવો પડશે.
તેલંગાણામાં 119 અને છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. સરકાર બનાવવા માટે તેલંગાણામાં 60 અને છત્તીસગઢમાં 46 સીટોની જરૂર છે. લોકસભાની ચૂંટણીને હવે 6 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોને પણ લોકસભા ચૂંટણીમાં પક્ષોની સ્થિતિની બ્લુ પ્રિન્ટ માનવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
