For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકર

રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના વિધાનસભા સ્પીકર સીપી જોશીએ સચિન પાયલટ જૂથના વિદ્રોહી ધારાસભ્યો સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના વિધાનસભા સ્પીકર સીપી જોશીએ સચિન પાયલટ જૂથના વિદ્રોહી ધારાસભ્યો સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવાની વાત કહી છે. સીપી જોશીએ કહ્યુ કે સ્પીકર પાસે પૂરો અધિકાર છે કે તે કારણ બતાવો નોટિસ જારી કરી શકે છે. મે પોતાના વકીલને કહ્યુ છે કે તે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરે. સ્પીકરની જવાબદારીઓની દેશના બંધારણ અને સુપ્રીમ કોર્ટે ખૂબ જ સ્પષ્ટ વ્યાખ્યા કરી છે. સ્પીકર તરીકે મને એક અરજી મળી અને મે તેની માહિતી માંગી ત્યારબાદ મે કારણ બતાવો નોટિસ જારી કરી છે. જો સ્પીકર કારણ બતાવો નોટિસ જારી ન કરી શકે તો છેવટે તેની પાસે કઈ બાબતનો અધિકાર છે.

રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ચૂકી છે

રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ચૂકી છે

તમને જણાવી દઈએ કે વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 બાગી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ હોવાના આરોપમાં અયોગ્ય ઠેરવવા માટે નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. આ નોટિસ સામે પાયટલ જૂથે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. વિધાનસભા સ્પીકર દ્વારા જારી અયોગ્યતા નોટિસ સામે સચિન પાયલટ અને કોંગ્રેસના 18 અન્ય વિદ્રોહી ધારાસભ્યોની અરજી પર રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થઈ ચૂકી છે. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર હાઈકોર્ટ હવે 24 જુલાઈએ ચુકાદો સંભળાવશે.

પાયલટ જૂથની અરજી પર અદાલતે શુક્રવારથી સુનાવણી શરૂ થઈ હતી

પાયલટ જૂથની અરજી પર અદાલતે શુક્રવારથી સુનાવણી શરૂ થઈ હતી

મંગળવારે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ જૂથની અરજી પર બપોરે બે વાગે સુનાવણીમાં ઉચ્ચ ન્યાયાલયે સ્પીકરને ત્યાં સુધી માટે ધારાસભ્યો પર કાર્યવાહી ન કરવા માટે કહ્યુ છે. સુનાવણી બાદ સીએમ અશોક ગહેલોતે પણ પોતાના સમર્થક ધારાસભ્યોની પ્રશંસા કરીને કહ્યુ કે તમારે વધુ થોડા દિવસ હોટલમાં રહેવુ પડી શકે છે. તમને જણાવી દઈએ કે સચિન પાયલટ જૂથની અરજી પર અદાલતે શુક્રવારથી સુનાવણી શરૂ કરી હતી.

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી

ત્યારબાદ સોમવાર અને મંગળવારે પણ અરજી પર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી. મંગળવારની સવારે 10.30 વાગ્યાની સુનાવણીમાં સચિન પાયલટના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યુ હતુ કે સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યો સામે ફરિયાદવાળા દિવસે જ વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્યતા નોટિસ જારી કરી દીધી. નોટિસ જારી કરવા માટે કોઈ કારણ નોંધવામાં આવ્યુ નહોતુ અને નિયમો અનુસાર તેમણે કોરોના સંકટમાં નોટિસનો જવાબ આપવાનો પણ સમય આપ્યો નહોતો.

50 ટકા કોવિડ વેક્સીન ભારત માટે હશે, લોકોને મફત આપવામાં આવશેઃ અદર પૂનાવાલા50 ટકા કોવિડ વેક્સીન ભારત માટે હશે, લોકોને મફત આપવામાં આવશેઃ અદર પૂનાવાલા

English summary
Assembly Speaker CP Joshi to go to SC against Sachin Pilot rebel MLA's.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X