અવકાશમાં આજે અદભૂત નજારો, પૃથ્વી પાસેથી નીકળશે એસ્ટેરોયડ

45 મીટર વ્યાસવાળા 2012 ડીએ-14 નામના આ એસ્ટેરોયડની ખોજ ગયા વર્ષે દક્ષિણી સ્પેનના કેટલાક ખગોળશાસ્ત્રીઓએ કરી હતી. ભારતમાં રાત્રે લગભગ 1 વાગ્યે આકાશમાં તારાઓની વચ્ચે ચાલતા પ્રકાશ જેવું દેખાશે. બુલેટ જેવી ઝડપવાળા આ એસ્ટેરોયડની ઝડપ 7.8 કિલોમિટર પ્રતિ સેકેન્ડ છે.
ફુટબોલના મેદાનના અડધા આકાર જેવો એક ક્ષુદ્ર ગ્રહ આજે રાત્રે 12 વાગ્યાને 10 મિનિટ પર પૃથ્વીની ખુબ જ નજીક હશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર એ સમયે તે ટીવી ઉપગ્રહો કરતા પણ ઓછી હશે. પરંતુ તેનાથી ધરતીને કોઇ નુકસાન નહી થાય. આવુ પહેલીવાર બની રહ્યું છે કે કોઇ ક્ષુદ્ર ગ્રહ ધરતીની આટલી નજીક હોય.
આ ક્ષુદ્રગ્રહની ખોજ 2004માં થઇ હતી. વૈજ્ઞાનિક તપાસમાં માલૂમ પડે છે કે 2029માં પૃથ્વીની નજીકથી પસાર થતી વખતે ધરતી સાથે ટકરાઇ જવાની સંભાવનાઓ વધારે છે.












Click it and Unblock the Notifications
