Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્નીથી પરેશાન 150 પુરુષોએ પિશાચીની મુક્તિ પૂજા કરી, પિંડદાન કરી ડૂબકી લગાવી

એક તરફ જ્યાં પાપ થી મુક્તિ મેળવવા માટે લોકો બનારસ જઈને ગંગામાં ડૂબકી લગાવે છે. ત્યાં જ દેશભરથી ભેગા થયેલા 150 પુરુષો ઘ્વારા એક વિચિત્ર કારણસર ગંગામાં ડૂબકી લગાવવામાં આવી છે

એક તરફ જ્યાં પાપ થી મુક્તિ મેળવવા માટે લોકો બનારસ જઈને ગંગામાં ડૂબકી લગાવે છે. ત્યાં જ દેશભરથી ભેગા થયેલા 150 પુરુષો ઘ્વારા એક વિચિત્ર કારણસર ગંગામાં ડૂબકી લગાવવામાં આવી છે. ગંગામાં ડૂબકી લગાવનાર પુરુષોને વિશ્વાસ હતો કે આવું કરવાથી તેમને "ઝેરીલા નારીવાદ" થી મુક્તિ મળશે. વાતચીત દરમિયાન આ પુરુષો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બધા જ તેમની પત્ની ઘ્વારા પીડિત છે. અહીં આવીને તેમને પોતાની પત્નીના નામ પર પિંડદાન કર્યું અને પિશાચીની મુક્તિ પૂજા પણ કરી.

pisachini mukti pooja

આ પુરુષો સાથે વાતચીતમાં ઘણી બાબતો સામે આવી. તેમને જણાવ્યું કે તેઓ ભેગા માંડીને પુરુષોની સંસ્થા "સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશન" ચલાવે છે, જેમાં એવા પુરુષો શામિલ છે જેઓ પત્નીઓ ઘ્વારા પીડિત છે. સંસ્થાના 10 વર્ષ પુરા થવાના આયોજિત પૂજામાં લગભગ 150 લોકોએ ભાગ લીધો. આ સંસ્થાના ફાઉન્ડર રાજેશ વખારિયા ઘ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું કે આપણા દેશમાં જાનવર સંરક્ષણથી લઈને લગભગ દરેકના સંરક્ષણ માટે કોઈને કોઈ મંત્રાલય કે વિભાગ છે, પરંતુ પુરુષોના હકની રક્ષા અને તેમને પ્રતાડનથી બચાવવા માટે કોઈ મંત્રાલય નથી.

એક તરફ પત્ની પીડિત અમિત દેશપાંડે ઘ્વારા પતિઓને પોતાની પત્નીઓનું પિંડદાન કરવા માટે કહેવામાં આવ્યું. તેમને જણાવ્યું કે આ પત્નીઓએ જીવન નરક કરી નાખ્યું છે, તેમની દિમાગી શાંતિ છીનવાઈ ગયી .છે આ પત્ની પીડિત પુરુષોએ જીવતા જીવ પોતાની પત્નીઓનું પિંડદાન કર્યું, જે હવે તેમની સાથે નથી રહેતી. તેની સાથે સાથે તેમની પૂર્વ પત્ની માટે પિશાચીની મુક્તિ પૂજા પણ કરી, જેથી પત્ની સાથે જોડાયેલી ખરાબ યાદો પણ તેમની સાથે ના રહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X