For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશ: કેરી ભરેલી ટ્રક ખાઈમાં પડી, 7 મૌત અને 20 ઘાયલ

આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં 50 ફૂટ ઊંડી ખાઈમાં કેરી ભરેલી ટ્રક પડી જવાથી 7 લોકોની મૌત અને 20 લોકોના ઘાયલ થવાની ખબર આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના ચિતુર જિલ્લામાં 50 ફૂટ ઊંડી ખાઈમાં કેરી ભરેલી ટ્રક પડી જવાથી 7 લોકોની મૌત અને 20 લોકોના ઘાયલ થવાની ખબર આવી છે. આ ટ્રકમાં 27 લોકો સવાર હતા. તામિલનાડુના કેરી વેપારી મજૂરો સાથે ટ્રકમાં કેરી ભરીને પાછા આવી રહ્યા હતા ત્યારે ટ્રક ઊંડી ખાઈમાં પડી ગયી. આ ઘટના કુપ્પામથી 20 કિલોમીટર દૂર થયી છે. બાધા જ મૃતકો તામિલનાડુના ઉતરી આકોટ જિલ્લાના રહેવાસી હતા.

andhra pradesh

મરનાર 7 લોકોમાં 4 મહિલાઓ પણ હતી હજુ સુધી તેમની ઓળખ નથી થઇ શકી. આ બધા જ લોકો તામિલનાડુના સીમાવર્તી ગામના રહેવાસી છે. ડ્રાઈવર ચલાવતી વખતે પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠો અને આ દુર્ઘટના ઘટી ગયી.

આ ઘટના પછી સ્થાનીય લોકો આવ્યા અને તેમને લોકોને બચાવવા માટેનું કામ ચાલુ કરી દીધું. ત્યારપછી આંધ્રપ્રદેશ અને તામિલનાડુ પોલીસ પણ બચાવ અભિયાનમાં જોડાઈ ગયી. ઘાયલ થયેલા લોકોમાં 2 લોકોની હાલત ખુબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા પ્રશાશનને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

English summary
At least 7 people killas lorry falls into 50-ft deep gorge in AP, 20 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X