For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલજી પંચમહાભૂતમાં વિલીન, પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ

ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી અને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી અને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ દિલ્હીના એમ્સમાં સાંજે 5:05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો. અટલ બિહારી વાજપેયીના અવસાનના સમયે, કેન્દ્ર સરકારે સાત દિવસની રાષ્ટ્રીય શોક જાહેર કરી છે. તેમને છેલ્લી મુલાકાત માટે દિલ્હીના ભાજપના વડામથક ખાતે રાખવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયીની દફનવિધિ 4 વાગ્યે કરવામાં આવશે. દરેક પળની લાઈવ અપડેટ અહીં વાંચો..

Atal Bihari Vajpayee

Newest First Oldest First
5:14 PM, 17 Aug

અટલજી પંચમહાભૂતમાં વિલીન, પુત્રી નમિતાએ આપી મુખાગ્નિ, સ્મૃતિ સ્થળ પર અટલજી અમર રહે તેવા નારા લાગ્યા
4:34 PM, 17 Aug

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પક્ષના પ્રમુખ અમિત શાહએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અંતિમ નમન કર્યા.
4:28 PM, 17 Aug

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્મૃતિ સ્થળ પર પહોંચી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી, થોડા જ સમયમાં અટલ બિહારી વાજપેયીનો અંતિમ સંસ્કાર થશે
4:21 PM, 17 Aug

રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને અંતિમ નમન કર્યા
4:19 PM, 17 Aug

પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને અંતિમ નમન કર્યું, થોડા જ સમયમાં અંતિમ સંસ્કાર થશે.
4:04 PM, 17 Aug

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, મુખ્યમંત્રી રમણસિંહ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અશોક ગેહલોત અને રાજ બબ્બર સ્મૃતિ સ્થળે હાજર છે.
4:03 PM, 17 Aug

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા સ્મૃતિ મંદિર પહોંચી, અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે.
4:01 PM, 17 Aug

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની અંતિમવિધિ પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના અધ્યક્ષખ રાહુલ ગાંધીએ હાજરી આપી
3:28 PM, 17 Aug

નિષાદમાર્ગ પહોંચી અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા. યાત્રામાં લાગી રહ્યા છે નારા - જબ તક સૂરજ ચાંદ રહેગા, અટલજી તેરા નામ રહેગા.
3:26 PM, 17 Aug

દિલ્હી પહોંચ્યા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ, પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં થશે શામેલ
3:24 PM, 17 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં ભાજપના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ શામેલ. થોડીવારમાં જ સ્મૃતિ સ્થળ પહોંચશે અંતિમ યાત્રા.
3:21 PM, 17 Aug

દિલ્હી ગેટ પહોંચી પૂર્વ પીએમ અટલ બિહારીની અંતિમ યાત્રા. યાત્રામાં શામેલ લોકો નારા લગાવી રહ્યા છે અટલજી અમર રહો, ભારત માતા કી જય.
3:19 PM, 17 Aug

આઈટીઓથી દિલ્હી ગેટ તરફ આગળ વધી રહી છે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા. રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો હાજર. થોડીવાર જ સ્મૃતિસ્થળ પહોંચશે અટલજીની અંતિમયાત્રા.
3:17 PM, 17 Aug

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં ભારે ભીડ. યાત્રામાં સાથે ચાલી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સીએમ શિવરાજસિંહ ચૈહાણ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના બીજા નેતાઓ.
3:14 PM, 17 Aug

બહાદૂરશાહ જફર માર્ગ પર પહોંચી અંતિયાત્રા, અંતિમ દર્શન કરવા માટે ભારે સંખ્યામાં ઉમટ્યા લોકો. પોલિસને વ્યવસ્થા સંભાળવામાં થઈ રહી છે મુશ્કેલી.
3:12 PM, 17 Aug

પ્રધાનમં6ી મોદી પણ અંતિમ યાત્રામાં શામેલ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પગપાળા ચલી રહ્યા છે. બીજા ઘણા નેતાઓ પણ શામેલ છે.
3:00 PM, 17 Aug

અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા સંપૂર્ણ સમ્માન સાથે સ્મૃતિ સ્થળ માટે નીકળી. ભારતીય જનતા પાર્ટી અને બીજા પક્ષના નેતાઓ પણ અંતિમયાત્રામાં શામેલ
2:58 PM, 17 Aug

વાજપેયીને શ્રધ્ધાંજલિ આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને તેમના ભત્રીજા સાંસદ ધર્મેન્દ્ર યાદવ.
2:56 PM, 17 Aug

અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા સ્મૃતિ સ્થળ માટે નીકળી. ઘણા મોટા નેતા અંતિમયાત્રામાં શામેલ. સામાન્ય જનતા પણ મોટી સંખ્યામાં શામેલ.
2:55 PM, 17 Aug

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા ભાજપ મુખ્ય કાર્યાલય પહોંચ્યા ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ હાજર.
2:51 PM, 17 Aug

હતા, તેમણે બધા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કર્યો. તેમણે એકવાર કહ્યુ હતુ કે સંવિધાન નહિ પરંતુ માનવતાની સીમાઓની અંદર જઈને આપણે કાશ્મીરના સંકટને દૂર કરીશુ અને આ વાતથી જ તેમણે કાશ્મીરીઓને જીતી લીધા હતાઃ સુધીન્દ્ર કુલકર્ણી
2:48 PM, 17 Aug

સ્વ. અટલજીએ રાજનીતિને પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને સદૈવ પોતાના પક્ષના સિદ્ધાંતો તેમજ પોતાના દર્શન પર અડગ રહેવાનું શીખવ્યુ. જ્યારે પણ રાજનીતિ ભટકી તેને યોગ્ય માર્ગ બતાવ્યો. વિદેશથી મિત્રતાનો પાઠ ભણાવ્યો. અટલજીનું જવુ ભારતીય રાજનીતિ તેમજ સાહિત્યિક જગતના મુખરિત સ્વરનું મૌન થઈ જવુ છે, મૌન નમન!- અખિલેશ યાદવ
2:44 PM, 17 Aug

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે ઉમટ્યો જનસૈલાબ, થોડીવારમાં નીકળશે અંતિમયાત્રા, ભાજપ કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર
2:43 PM, 17 Aug

આ અટલજીની વિશેષતા હતી કે તેમણે ક્યારેય રાજકારણ અને વૈચારિક મતભેદોના કારણે માનવતાને નુકશાન નથી પહોંચાડ્યુ. આજે દેશમાં આ પ્રકારના સિદ્ધાંતોની જરૂર છેઃ સીતારામ યેચુરી, સીપીએમ મહાસચિવ
2:41 PM, 17 Aug

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપી શ્રધ્ધાંજલિ.
2:39 PM, 17 Aug

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપી. ભીની આંખોથી કર્યા અંતિમ દર્શન.
2:36 PM, 17 Aug

હું 2006 માં અટલજીને મળ્યો હતો તેઓ એક ખૂબ જ સારા વ્યક્તિ હતા. ભારતીય રાજકારણમાં કોઈ પણ તેમનું સ્થાન લઈ શકે તેમ નથી. તેઓ દરેકના માટે રોલ મોડેલ હતાઃ મધુર ભંડારકર
2:34 PM, 17 Aug

ભાજપ નેતા જગદંબિકા પાલ અને હેમામાલિનીએ ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપી શ્રધ્ધાંજલિ
2:33 PM, 17 Aug

દિલ્હી પહોંચ્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દૂલ હસન મહમૂદ અલી.પૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કારમાં થશે શામેલ.
2:31 PM, 17 Aug

દિલ્હી પહોચ્યા નેપાળના વિદેશ મંત્રી પ્રદીમકુમાર ગ્યાવલિ. પૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કારમાં થશે શામેલ.
READ MORE

English summary
Atal Bihari Vajpayee Funeral LIVE Updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X