For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન રહ્યા અટલ બિહારી વાજપેયી, સમગ્ર દેશમાં શોકની લહેર

સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે સાંજે 5 વાગીને 5 મિનિટે અંતિમ શ્વાસ લીધા.

|
Google Oneindia Gujarati News

સૌના લોકલાડીલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે સાંજે 5 વાગીને 5 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર દેશ શોકમગ્ન થઈ ગયો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એઈમ્સ દ્વારા જાહેર કરાયેલ એક બુલેટિનમાં કહેવામાં આવ્યુ હતુ કે છેલ્લા 36 કલાકોથી તેમની તબિયતમા કોઈ સુધારો નહોતો થઈ રહ્યો. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

vajpayee

વાજપેયીજીના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે, 'હું નિઃશબ્દ છુ, ભાવનાઓને જુવાળ ઉમટી રહ્યો છે. આપણા સૌના શ્રધ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. પોતાના જીવનની પ્રત્યેક પળો તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી દીધી હતી. તેમનું જવુ એક યુગનો અંત છે.'

પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'પરંતુ તે આપણને કહીને ગયા છે- મોતની ઉંમર શું છે? બે પળ પણ નહિ, જિંદગી સિલસિલા, આજકલકી નહિ, મે જી ભર જિયા, મે મન સે મરુ, લોટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરુ?'

English summary
atalbihari vajpayee no more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X