For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નામ ચાર મહત્વપૂર્ણ કમિટીઓમાં જોડી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નામ ચાર મહત્વપૂર્ણ કમિટીઓમાં જોડી દેવામાં આવ્યુ છે. પહેલા તેમને આ કમિટીઓમાં શામેલ નહોતા કરવામાં આવ્યા. આ મામલાએ તૂલ પકડ્યા બાદ તેમને આ કમિટીમાં જગ્યા આપી દેવામાં આવી છે. રાજનાથ સિંહ પાસે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ગૃહ મંત્રાલય હતુ. પરંતુ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેમની પાસેથી ગૃહ મંત્રાલય લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપી દેવામાં આવ્યુ.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધીઆ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી

રાજનાથ સિંહને મળી કેબિનેટ કમિટીમાં જગ્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નામ હવે સંસદીય બાબતોની મંત્રીમંડળીય સમિતિ, રાજકીય બાબતોની મંત્રીમંડળીય સમિતિ, રોકાણ અને વિકાસ સંબંધી કેબિનેટ સમિતિ અને રોજગાર તેમજ કૌશલ વિકાસ પર કેબિનેટ સમિતિમાં જોડવામાં આવ્યુ છે. રાજનાથ સિંહને સૌથી મહત્વની મનાતી રાજકીય બાબતો અને સંસદીય બાબતોની સમિતિમાં શામેલ કરવામાં આવ્યા નહોતા. જ્યારે 2014માં રાજકીય અને આવાસ સાથે જોડાયેલી સમિતિમાં રાજનાથ સિંહને રાખવામાં આવ્યા હતા. પરંતુ વિવાદ વધ્યા બાદ તેમને છ મહત્વપૂર્ણ સમિતિઓમાં શામેલ કરી લેવામાં આવ્યા.

પીએમ મોદીની બરાબરી કરી

પીએમ મોદીની બરાબરી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પૂર્ણ બહુમતથી બીજી વાર સત્તાની કમાન સંભાળ્યા બાદ 8 કેબિનેટ કમિટીઓની રચના કરી છે. પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને માત્ર બે કમિટીઓમાં જગ્યા આપવામાં આવી હતી પરંતુ હવે તેમને 6 કમિટીઓમાં જગ્યા મળી ચૂકી છે. બે કમિટીઓમાં શામેલ થવા સાથે રાજનાથ સિંહે કેબિનેટ કમિટીઓમાં જગ્યા મેળવવા મામલે પીએમ મોદીની બરાબરી કરી લીધી છે. પીએમ મોદી અને રાજનાથ સિંહ હવે 6-6 કમિટીઓમાં શામેલ છે. વળી, મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બધી 8 કમિટીઓમાં શામેલ કરવામાં આવ્યા છે.

કોને કઈ કમિટીમાં મળી જગ્યા

કોને કઈ કમિટીમાં મળી જગ્યા

ગૃહમંત્રી અમિત શાહ બાદ સૌથી વધુ 7 કમિટીઓમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને જગ્યા મળી છે. વળી, પીએમ મોદી અને રાજનાથ સિંહને 6 તો રેલમંત્રી પિયુષ ગોયલને પાંચ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ચાર-ચાર કમિટીઓમાં શામેલ કરવામાં આવ્યા છે. હવે સંસદીય બાબતોની કેબિનેટ કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, રામ વિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, થાવર ચંદ ગેહલોત, પ્રકાશ જાવડેકર અને પ્રહલાદ જોશી શામેલ છે.

English summary
Rajnath Singh has been added in four more Cabinet Committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X