ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પેટ્રોલમાં લીટરે 1 રૂપિયો અને ડીઝલમાં લીટરે 2 રૂપિયા કિંમત ઘટી

પેટ્રોલમાં લીટરે 1 રૂપિયો અને ડીઝલમાં લીટરે 2 રૂપિયા કિંમત ઘટી

15 ઓગસ્ટની મધ્યરાત્રિથી પેટ્રોલમાં લીટરે રૂપિયા 1 અને ડીઝલમાં લીટરે રૂપિયા 2નો ઘટાડો અમલમાં મૂકાયો છે. દિલ્હીમાં પ્રતિલીટર પેટ્રોલનો ભાવ 61.09થી ઘટીને 60.09 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલ પ્રતિલીટર 52.27 રૂપિયાથી ઘટીને 50.27 રૂપિયા થયો છે.

પદક ચૂકતાં દિપાએ માફી માંગી

પદક ચૂકતાં દિપાએ માફી માંગી

રિયો ઓલિમ્પિકમાં ભારતીય જીમ્નાસ્ટિક દિપા કરમાકર થોડા પોઇન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઇ. દિપાએ ટ્વિટ કરી 125 કરોડ ભારતીયોને સોરી કહ્યું છે. દિપાએ ટ્વિટ કરી લખ્યું કે, 'મેડલ નથી લાવી શકી, પરંતુ મે મારી રીતે બેસ્ટ પ્રયાસ કર્યો હતો. જો શક્ય હોય તો માફ કરશો.'

શ્રીનગરઃ સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, 5 જવાનો ઘાયલ

શ્રીનગરઃ સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, 5 જવાનો ઘાયલ

ભારતમાં આજે 70મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આતંકીઓએ સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કરી દીધો હતો. છૂપાયેલા આતંકીઓને શોધવા માટે સર્ચઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કાદમ્બિ શ્રીકાંત ઓલિમ્પિક બેડમિન્ટનના કવાટર ફાઇનલમાં

કાદમ્બિ શ્રીકાંત ઓલિમ્પિક બેડમિન્ટનના કવાટર ફાઇનલમાં

ઓલિમ્પિકમાં ભારત તરફથી કાદમ્બિ શ્રીકાંત બેડમિન્ટનના કવાટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. શ્રીકાંતએ આ મેચ 2-0 થી જીતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X