પોલીસ અને તંત્ર છતાં 50-150 રૂપિયામાં વેચાય છે રેપ વીડિયો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પોલીસ અને તંત્ર છતાં 50-150 રૂપિયામાં વેચાય છે રેપ વીડિયો

પોલીસ અને તંત્ર છતાં 50-150 રૂપિયામાં વેચાય છે રેપ વીડિયો

યુપીની દુકાનોમાં પોલીસ અને તંત્રના નાકની નીચે હજારો રેપના વીડિયો રોજ વેચાઈ રહ્યા છે. તેની કિંમત 50 રૂપિયાથી 150 રૂપિયા સુધી હોય છે જે તે વાત પર નિર્ભર હોય છે કે તે કેટલો એક્સક્લુઝિવ છે. આ વીડિયોનો સમય 30 સેકન્ડથી લઈને પાંચ મિનિટનો હોય છે.

મહારાષ્ટ્ર: પુલ તૂટવાની ઘટનામાં બે મૃતદેહ મળ્યા

મહારાષ્ટ્ર: પુલ તૂટવાની ઘટનામાં બે મૃતદેહ મળ્યા

સાવિત્રી નદી ઘેલી થતાં મુંબઇ-ગોવા રોડ પરનો એક પુલ તણાઇ ગયો હતો. ઘટનાના પગલે 19 જેટલાં વાહનો લાપતા થયાં હતાં. 22થી વધુ લોકો નદીના વહેણમાં તણાયા હોવાની આશંકા જતાવાઇ રહી છે. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

ગુવાહાટીમાં ઇન્ડિગોની બે ફ્લાઇટ્સ અથડાતા રહી ગઇ

ગુવાહાટીમાં ઇન્ડિગોની બે ફ્લાઇટ્સ અથડાતા રહી ગઇ

આસામના ગુવાહાટીમાં ઇન્ડિગો એરલાયન્સના બે વિમાન એક બીજા સાથે ટકરાતા બચી ગયા. મંગળવારે સાંજે મુંબઇથી ગૌહાટી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી. એ જ સમયે ચેન્નઇ જવા માટે ઇન્ડિગોની અન્ય એક ફ્લાઇટે ટેક ઓફ કર્યું અને ફ્લાઇટ પાથ વચ્ચે આવી ગઇ.

સોનિયાની તબિયત લથડતાં હોસ્પિટલે ખસેડવામાં આવી

સોનિયાની તબિયત લથડતાં હોસ્પિટલે ખસેડવામાં આવી

વારાણસીમાં રોડ શો માટે પહોંચેલી સોનિયા ગાંધીની તબિયત લથડી. ડૉક્ટરની એક ટીમ સાથે તેમને ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યાં. તેમને સારવાર અર્થે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

મોદીનો ફેવરિટ પ્રોજેક્ટ ભારત નેટ ટાર્ગેટથી ઘણો પાછળ

મોદીનો ફેવરિટ પ્રોજેક્ટ ભારત નેટ ટાર્ગેટથી ઘણો પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરિટ પ્રોજેક્ટ `ભારત નેટ' ટાર્ગેટથી ઘણો પાછળ ચાલી રહ્યો છે. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ સરકારનો મુખ્ય ભાર દેશના 2.5 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડ બેન્ડ સાથે જોડવાનો છે. અત્યાર સુધી માત્ર 7607 ગ્રામ પંચાયતો એવી છે જે કનેક્ટ થઇને કાર્યરત થઇ શકી છે.

બેંગલુરુમાં જાહેરમાં મહિલાને કહ્યું, રૂપિયા લે અને સેક્સ કર

બેંગલુરુમાં જાહેરમાં મહિલાને કહ્યું, રૂપિયા લે અને સેક્સ કર

બેંગલુરુમાં રહેતી અને પોતીની બહેનને મળવા જઇ રહેલી 38 વર્ષીય મહિલાને બે યુવકોએ જાહેરમાં જ તેની સામે સેક્સ કરવાની ઓફર કરી હતી. બન્ને યુવકોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને મારી સાથે સેક્સ કરવાનું અને મને 2,000 રૂપિયા આપવાની વાત કરી. બન્ને આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે.

દિલ્હી HCનો કેજરીવાલ સરકારને ઝટકો, પોલિસ-જમીન બાબતે કેન્દ્ર અંતિમ સત્તા

દિલ્હી HCનો કેજરીવાલ સરકારને ઝટકો, પોલિસ-જમીન બાબતે કેન્દ્ર અંતિમ સત્તા

દિલ્હી હાઈકોર્ટે આજે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારો અંગે ચાલતા ગજગ્રાહ પર મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, 'દિલ્હીમાં પોલિસ, જમીન અને કાયદો વ્યવસ્થા બાબતે અંતિમ નિર્ણયની સત્તા કેન્દ્ર પાસે જ રહેશે.' કોર્ટના આ નિર્ણયથી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે.

માફીનામામાંથી પીએમનું નામ દૂર નહીં કરુંઃ ભગવંત માન

માફીનામામાંથી પીએમનું નામ દૂર નહીં કરુંઃ ભગવંત માન

સંસદ ભવનનો વિડિયો વાયરલ કર્યા બાદ આપના સાંસદ ભગવંત માનને સંસદમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આપેલી લેખિત માફીમાંથી પીએમ અને પઠાનકોટની વાત હટાવી લેવા કહેવાયું હતું. માને આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X