આર્મી નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી, કહ્યું-પીઓકે પરત લેવા સરકારના આદેશની રાહ.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લાવવા માટે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે ત્યારે હવે ભારતીયા સેનાના નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્હી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લાવવા માટે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે ત્યારે હવે ભારતીયા સેનાના નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભરી મોટુ નિવેદન આપ્યુ છે.

નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદી કહ્યું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પરત લેવા ભારત સરકારના આદેશની રાહ જોઈ રહી છે. સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરવા માટે તૈયાર છે. નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ફરીથી કબજે કરાશે. આ મુદ્દે નોર્ધન કમાન્ડના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાની વાત રાખી છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આગળ વાત કરતા કહ્યું કે,જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે તો સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈપણ આદેશનું પાલન કરશે. અમે ઓર્ડરને પૂર્ણ કરવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સરહદ પર શાંતિ જાળવી રાખવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે તો તેણે પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાને જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના અધિકૃત કાશ્મીરમાં લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે કાશ્મીરના વિકાસનું કામ શરૂ કરી દીધું છે. અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચીશું નહીં ત્યાં સુધી નહીં અટકીયે.












Click it and Unblock the Notifications
