• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ayodhya Case: હિન્દુ પક્ષ બોલ્યો- ઐતિહાસિક ભૂલ સુધારવામાં આવે

|

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠ સામે 39મા દિવસે સુનાવણી શરૂ થયા બાદ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે નિર્મોહી અખાડાના વકીલ સુશીલ જૈનના માતાનું નિધન થયું છે. એવામાં આજે સુશીલ જૈન દલીલ નહિ કરી શકે, તેઓ કાલે દલીલ કરશે. કોર્ટે આ અંગે મંજૂરી આપી દીધી. જે બાદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે પરાસરનને પૂછ્યું કે તમે કોની તરફથી દલીલ કરશો? તો પરાસરને કહ્યું- મહંત સુરેશ દાસ તરફથી. હિન્દુ પક્ષ તરફથી વકીલ પરાસરને દલીલની શરૂઆત કરી.

સુનાવણી શરૂ કરતાં પરાસરને કહ્યું કે આજે સુનાવણીનો 39મો દિવસ છે. જેના પર સીજેઆઈએ કહ્યું કે કાલે 40મો દિવસ છે અને દલીલનો અંતિમ દિવસ હશે. જણાવી દઈએ દલીલની જે સમય સીમા નક્કી કરી છે તે હિસાબે સુનાવણી બુધવારે સમાપ્ત થઈ જશે. ગુરુવારે એટલે કે 17મી ઓક્ટોબરે કોર્ટ આ મામલે 'મોલ્ડિંગ ઑફ રિલીફ' પર સુનાવણી કરશે.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલ દલીલો

જસ્ટિસ નજીરે હિન્દુ પક્ષને પૂછ્યું કે એડવર્સ પઝેશનને સાબિત કર્યા વિના માલિકી હકને સાબિત કરી શકો છો? પરાસરને કહ્યું કેમ કે ભારતીય કાનૂનમાં ડ્યુઅલ ઓનરશિપનું પ્રાવધાન છે. આ હિસાબે એડવર્સ પઝેશનમાં પણ કોઈ જબરદસ્તથી ઈમારત બનાવી લે તો પણ જમીનનો માલિકી હક જમીનવાળાનો જ રહે છે. અહુ પણ અમારે નહિ બલકે મુસ્લિમ પક્ષે માલિકી હક સાબિત કરવાની જરૂરત છે કેમ કે અમારો દાવો તો વ્યસંસિદ્ધ છે.

CJIએ કહ્યું કે- ડૉ ધવન, જુઓ અમે હિન્દુ પક્ષને પણ સવાલ પૂછી રહ્યા છીએ. જણાવી દઈએ કે આજના મામલાની સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલ પરાસરનની દલીલો વચ્ચે ચીફ જસ્ટિસ, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ચંદ્રચૂડે કેટલાય સવાલો પૂછ્યા હતા.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ધવનને પૂછ્યું કે, 'મિસ્ટર ધવન, શું અમે હિન્દુ પક્ષને પર્યાપ્ત સવાલ પૂછી રહ્યા છીએ? કાલે તમારું કહેવું હતું કે હિન્દુ પક્ષને સવાલ કેમ નથી કરવામાં આવ્યા?' ધવને જવાબ આપ્યો કે 'તેમના કહેવાનો આ મતલબ નહોતો.' રાજીવ ધવનના વારંવાર ટોકવા પર પરાસરને કહ્યું કે સુનાવણીના 39મા દિવસને ગંભીરતાથી લેવો જોઈએ. ધવન હિન્દુ પક્ષને ઘણા સવાલો કરી રહ્યા છે.

CJI રંજન ગોગોઈએ પરાસરનને પૂછ્યું કે 'શું તમે માનો છો કે એકવાર એક મસ્જિદ બનવા પર હંમેશા ત્યાં એક મસ્જિદ જ રહે છે?' જેના પર પરાસરને કહ્યું કે, 'નહિ, અમે કહીએ છીએ કે એકવાર મંદિર બની ગયું તો હંમેશા માટે મંદિર રહેશે.' હિન્દુ પક્ષના વકીલે પરાસરને કહ્યું કે, 'ઐતિહાસિક બૂલ સુધારવામાં આવે. કોઈપને ભારતના ગૌરવશાળી ઈતિહાસને નષ્ટ કરવાની મંજૂરી ન આપી શકાય. અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે મંદિરને નષ્ટ કરવાના ઐતિહાસિક ખોટા કામને સુપ્રીમ કોર્ટે રદ્દ કરવું જોઈએ.'

પરસરને કહ્યું કે, 'ભારતમાં આવીન કોઈ શાસક એમ ન કહી શકે કે સમ્રાટ બાબર છું અને કાનૂન મારી નીચે છે. હું જે કહું તે જ કાનૂન છે. હિન્દુઓએ ભારતની બહાર જઈ કોઈને તહસ નહસ નથી કર્યા. બલકે બહારથી લોકોએ ભારતમાં આવી તબાહી મચાવી છે, આપણી પ્રવૃત્તિ અતિથિ દેવો ભવઃની છે. હિન્દુઓની આસ્થા છે કે ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો, મુસ્લિમો કહી રહ્યા છે કે મસ્જિદ તેમના માટે હેરિટેજ પ્લેસ છે. મુસ્લિમ પણ મસ્જિદમાં નમાજ પઢી શકે છે, પરંતુ આ અમારા ભગવાનનું જન્મસ્થાન છે, આપણે જન્મસ્થાનને ન બદલી શકીએ.'

સાથે જ પરસારને કહ્યું કે, 'એક પછી એક આક્રમણકારીઓએ ભારત પર હુમલા કર્યા. પરંતુ આર્ય અહીંના મૂળ નિવસી હતા. કેમ કે રામાયણમાં પણ સીતા પોતાના પતિ શ્રી રામને આર્ય કહીને સંબોધિત કરે છે. એવામાં આર્ય બાહરી આક્રમણકારી કેવી રીતે હોય શકે?' આ દલીલનો વિરોધ કરતાં રાજીવ ધવને કહ્યું કે આ નવી દલીલ છે.

જણાવી દઈએ કે અયોધ્યા મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ આજે પોતાની દલીલો રાખશે. મુસ્લિમ પક્ષની દલીલો રાખવાની સીમા સોમવારે ખમત થઈ ગઈ હતી. મુસ્લિમ પક્ષે સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે તેમની માંગણી છે કે 5 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો જે સ્થિતિમાં હતો તેવી હાલતમાં જ અમને સોંપી દેવામાં આવે.

અયોધ્યા મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં બીજી સૌથી મોટી સુનાવણી હશે. જો બુધવાર સુધી સુનાવણી પૂર્ણ થઈ જાય છે તો કોર્ટમાં 16 ઓક્ટોબર સુધી કુલ 40 દિવસની સુનાવણી થશે. અગાઉ મૌલિક અધિકારોને લઈ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ કેસમાં 13 જજોની પીઠે પાંચ મહિનામાં 68 દિવસ સુનાવણી કરી હતી. આ સુનાવણી 31 ઓક્ટોબર 1972થી શરૂ થઈ 23 માર્ચ 1973 સુધી ચાલી હતી. જ્યારે 2017માં આધારની અનિવાર્યતાના મામલાની સુનાવણી પણ 38 દિવસ ચાલી હતી.

અયોધ્યા કેસઃ ચુકાદો આવતા પહેલા CJI રંજન ગોગોઈ રિટાયર થયા તો શું થશે? જાણો

English summary
ayodhya case: Hindu party says- historical error should be corrected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X