For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી સેટલમેન્ટની પુષ્ટિ, જાણો શું કહ્યુ

બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થવા દરમિયાન વધુ એક સમાચાર આવ્યા કે બંધારણીય પીઠ સામે કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી પેનલે સમજૂતીનો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજકીય રીતે સંવેદનશીલ અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. વળી, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થવા દરમિયાન વધુ એક સમાચાર આવ્યા કે બંધારણીય પીઠ સામે કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી પેનલે સમજૂતીનો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, સુન્ની વક્ફ બોર્ડના વકીલે પણ આની પુષ્ટિ કરી છે.

સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી પુષ્ટિ

સુન્ની વક્ફ બોર્ડના વકીલે કરી પુષ્ટિ

બુધવારે મીડિયામાં સમાચારો આવ્યા હતા કે અયોધ્યા ભૂમિ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલ મધ્યસ્થી પેનલે એક સીલબંધ રિપોર્ટ આપ્યો હતો જેના વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે ‘આ અમુક હિંદુ અને મુસ્લિમ પક્ષ વચ્ચે સેટલમેન્ટ હતુ. આ મામલે સુન્ની વક્ફ બોર્ડના વકીલ શાહિદ રિઝવીએ કહ્યુ, જો તમે એ કામો કરવા ઈચ્છો છો, જે ક્યારેય નથી કરી શકતા તો તમે તેને છેલ્લા સમયમાં પણ કરી શકો છો. કોર્ટની બહાર, મધ્યસ્થતા પેનલ સામે બંને પક્ષોએ પોતાનુ મંતવ્ય મૂક્યુ છે અને અમુક શરતો પર એક મત છે, આનો ખુલાસો હું નથી કરી શકો.'

અમુક કામોને તમે છેલ્લી ઘડીએ પણ કરી શકો છો - શાહિદ રિઝવી

અમુક કામોને તમે છેલ્લી ઘડીએ પણ કરી શકો છો - શાહિદ રિઝવી

વળી, મધ્યસ્થતા પેનલના નજીકના સૂત્રો મુજબ આમાં વિશ્વ હિંદુ પરિષદના નિયંત્રણવાળા રામજન્મભૂમિ ન્યાસ, રામલલા અને છ અન્ય મુસ્લિમ પક્ષો, જેમણે અપીલ કરી હતી, તે આ સમજૂતીમાં શામેલ નથી. આ સમજૂતીમાં હિંદુ અખિલ ભારતીય શ્રીરામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ, હિંદુ મહાસભા અને નિર્મોહી અની અખાડાના શ્રીમહંત રાજેન્દ્રદાસ શામેલ છે. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી યુપી સુન્ની વક્ફ બોર્ડ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવોઆ પણ વાંચોઃ કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવો

સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો છે સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો છે સુરક્ષિત

આ સેટલમેન્ટમાં મુસ્લિમ પક્ષે રામ મંદિરને યોગ્ય સ્થાન આપવા બદલે અમુક શરતો રાખી છે. સૂત્રો મુજબ એમાં કહેવામાં આવ્યુ છે કે મસ્જિદ ભૂમિને સરકાર તરફથી અધિગ્રહણ કરવા પર સુન્ની વક્ફ બોર્ડને કોઈ વાંધો નથી. સુન્ની વક્ફ બોર્ડે આના બદલામાં એએસઆઈની મસ્જિદને નમાઝ માટે ફરીથી ખોલવાની માંગ કરી છે. સાથે અયોધ્યા મસ્જિદ અને સુન્ની વક્ફ બોર્ડની વૈકલ્પિક મસ્જિદની જાળવણીની પણ માંગ કરવામાં આવી છે.

English summary
ayodhya case: sunni waqf board lawyer confirms settlement offer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X