અયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો
અમે તમને એ પાંચ જજોને મળાવીએ જે અયોધ્યા વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવાના છે.
દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો સંભળાવવા જઈ રહી છે. શનિવાર અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. લાંબા સમયથી આ અયોધ્યા વિવાદની ચર્ચા ચાલી રહી છે. હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. આ ચુકાદા પહેલા 40 દિવસો સુધી સતત ચર્ચા ચાલી. ચર્ચા દરમિયાન કોર્ટમાં હિંદુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી આકરી ચર્ચા થઈ. લાંબી ચર્ચા બાદ આજે આ કેસમાં ચુકાદો આવવાનો છે. આ ઐતિહાસિક ચુકાદા પર દેશભરની નજર છે. આજે સવારે 10 વાગે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની બંધારણીય પીઠ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. ચુકાદા પહેલા આ પાંચે જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમે તમને આ પાંચે જજોને મળાવીએ જે અયોધ્યા વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવાના છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ
દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અયોધ્યા કેસમાં 5 જજોની બેંચની આ બંધારણીય પીઠની આગેવાની કરી રહ્યા છે. 18 નવેમ્બર, 1954ના રોજ જન્મેલા જસ્ટીસ રંજન ગોગોઈએ 1978માં બાર કાઉન્સિલ જોઈન કર્યુ હતુ. ત્યારબાદ 2010માં તેમણે પંજાબ, હરિયાણાના જજ બનાવવામાં આવ્ય. ત્યારબાદ એક વર્ષ બાદ જ તે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બની ગયા. વર્ષ 2012માં તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા. રંજન ગોગોઈએ 3 ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટના 46માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધી. 17 નવેમ્બરના રોજ તે રિટાયર થઈ રહ્યા છે. સેવા નિવૃત્તિ પહેલા તે ઐતિહાસિક અયોધ્યા કેસમાં ચુકાદો સંભળાવશે. અયોધ્યાના ચુકાદા ઉપરાંત તેમણે એનઆરસી અને જમ્મુ કાશ્મીરના અનુચ્છેદ 370ને ખતમ કરવા જેની અરજીઓ પર પણ સુનાવણી કરી છે.

જસ્ટીસ શરદ અરવિંદ બોબડે
આ કેસની સુનાવણી કરી રહેલ પાંચ જજોની બેંચમાં એક જસ્ટીસ શરદ અરવિંદ બોબડે પણ છે. જસ્ટીસ એસએ બોબડેએ વર્ષ 1978માં કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર જોઈન કર્યુ હતુ. વર્ષ 1998માં તે વરિષ્ઠ વકીલ બન્યા. તેમણે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવામાં આવ્યા. વર્ષ 2013માં તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા. જસ્ટીસ બોબડે 23 એપ્રિલ, 2012ના રોજ રિટાયર થશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની સેવાનિવૃત્તિ બાદ જસ્ટીસ શરદ અરવિંદ બોબડે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે.

જસ્ટીસ અશોક ભૂષણ
જસ્ટીસ અશોક ભૂષણ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી છે. તેમણે ઈલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તે વર્ષ 1979માં યુપી બાર કાઉન્સિલનો હિસ્સો બન્યા. તેમણે ઈલાહાબાદ હાઈકોર્ટમા ઘણા પદો પર કામ કર્યુ. પછી વર્ષ 2001માં તેમને જજ નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2015મા તે કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા. ત્યારબાદ વર્ષ 2016માં તેમને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા.

જસ્ટીસ ધનંજય યશવંત ચંદ્રચૂડ
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ જજ પહેલા દેશના એડિશનલ સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે. તેમણે સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણા મોટા કેસમાં બનેલી પીઠનો હિસ્સો રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટ પહેલા તે ઈલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને બોમ્બે હાઈકોર્ટમાં પણ તે જજ તરીકે રહી ચૂક્યા છે. તેમનાપિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.

જસ્ટીસ અબ્દુલ નઝીર
અયોધ્યા કેસમા બનેલી બેંચમા જસ્ટીસ અબ્દુલ નઝીર પણ શામેલ છે. વર્ષ 1983માં તેમણે વકીલાત શરૂ કરી. તેમણે કર્ણાટક હાઈકોર્ટમા એડિશનલ જજ અને પરમેનેન્ટ જજ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 17 ફેબ્રુઆરી, 2017ના રોજ તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી દીધી. ખાસ વાત એ છે કે જસ્ટીસ અબ્દુલ નઝીર હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ બન્યા વિના સીધા સુપ્રીમ કોર્ટ પહોંચનાર ત્રીજા જજ બની ગયા. તે વર્ષ 2017માં ટ્રિપલ તલાક પર સુનાવણી કરતી બેંચનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
