અયોધ્યા: રામ મંદીરના શિલાપુજનમાં શામેલ થયા સીએમ યોગી, મુક્યો ગર્ભગૃહનો પ્રથમ પથ્થર

ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યો હતો. પથ્થર મુકવાની સાથે જ આજથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થ

ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યો હતો. પથ્થર મુકવાની સાથે જ આજથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલા હનુમાનગઢી મંદિર પહોંચ્યા અને પૂજા કરી. હનુમાનગઢી બાદ સીએમ યોગી રામ મંદિરના નિર્માણ સ્થળ પર પહોંચ્યા અને રામ મંદિરના ગર્ભગૃહ માટે શિલાપૂજનમાં ભાગ લીધો હતો.

Ram Mandir

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના નિર્માણ સ્થળ પર પહોંચ્યા અને મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો. આ સાથે તેમણે મંદિરના આર્કિટેક્ટ સિવાય કારીગરોનું પણ સન્માન કર્યું હતું. ગર્ભગૃહનો પહેલો શિલારોપણ કર્યા બાદ સીએમ યોગીએ મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજથી પથ્થરો રાખવાનું કામ ઝડપથી શરૂ થશે. હવે તે દિવસ દૂર નથી જ્યારે અયોધ્યા ધામમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થશે. આ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, છેલ્લા 500 વર્ષથી દેશના સાધુ-સંતો રામ મંદિર આંદોલન ચલાવી રહ્યા હતા, આજે તે તમામ લોકોના દિલને ખુશી મળી હશે. સીએમએ કહ્યું કે ગોરક્ષનાથ પીઠની ત્રણ પેઢીઓ આ મંદિર આંદોલન સાથે જોડાયેલી છે. કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મંદિર હશે. લોકો લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર ભારતની એકતાનું પ્રતિક હશે.

અયોધ્યા રામમંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે સુપરસ્ટ્રક્ચર પર કામ આજથી શરૂ થઈ રહ્યું છે, અમારી પાસે કામ પૂર્ણ કરવા માટે 3-તબક્કાની સમયમર્યાદા છે, 2023 સુધીમાં ગર્ભગૃહ, 2024 સુધીમાં મંદિર નિર્માણ અને 2025 સુધીમાં મંદિરનું મુખ્ય બાંધકામ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X