Ayodhya: 155 નદીઓના જળથી રામલલ્લાનો જલાભિષેક કરશે સીએમ યોગી, દિલ્લીમાં ટ્રસ્ટની મહત્વની બેઠક
CM Yogi 'Jalabhishek' of Ram Lalla: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 23 એપ્રિલે 155 દેશોની નદીઓના પાણીથી રામલલાનો જલાભિષેક કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, રામ ભક્ત અને દિલ્લી ભાજપના નેતા વિજય જોલીની આગેવાની હેઠળની એક ટીમ વિશ્વભરની નદીઓમાંથી લાવવામાં આવેલ પાણીથી ભરેલો એક કલશ અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથને સોંપશે.
આ દરમિયાન શનિવારે દિલ્લીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. 23 એપ્રિલે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સીએમ યોગી અહીં મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઑડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં ટીમ તરફથી મળેલા 'જલ કલશ'નું પૂજન કરશે.

વિશ્વભરના દેશોમાંથી લાવવામાં આવેલા પાણીમાં તે દેશોના ધ્વજ, તેમના નામ અને નદીઓના નામવાળા સ્ટીકરો હશે. આ કાર્યક્રમમાં ઘણા દેશોના રાજદૂતો પણ ભાગ લેશે.
પાકિસ્તાનના હિંદુઓ દ્વારા પહેલા પાકિસ્તાનનું પાણી દુબઈ મોકલવામાં આવતું અને પછી તેને દુબઈથી દિલ્લી લાવવામાં આવતું. હવે આ પાણી અયોધ્યા લાવવામાં આવશે. પાકિસ્તાન ઉપરાંત સુરીનામ, ચીન, યુક્રેન, રશિયા, કઝાકિસ્તાન, કેનેડા અને તિબેટ સહિત અન્ય ઘણા દેશોની નદીઓમાંથી પાણી આવશે.
શનિવારે દિલ્લીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવાતા પથ્થર પર અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. તેમજ શ્રેષ્ઠ શિલાની પસંદગી માટે ટ્રસ્ટે શિલ્પકારોની એક સમિતિની રચના કરી હતી અને તેઓ બેઠકમાં તેમનો અહેવાલ રજૂ કરશે.
ટ્રસ્ટે કર્ણાટકમાંથી પાંચ, રાજસ્થાનમાંથી ચાર, ઓડિશામાંથી એક અને નેપાળમાંથી બે ખડકો ખરીદ્યા છે. મૂર્તિ માટે સૌથી યોગ્ય ખડક પસંદ કરવામાં આવશે. નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન બિમલેન્દ્ર નિધિ, જેમણે અયોધ્યામાં પત્થરો મોકલતા પહેલા તમામ કાગળ અને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેઓ પણ બેઠકમાં હાજરી આપશે.
નેપાળમાં તત્કાલીન સરકારની કેબિનેટ બેઠકમાં ટ્રસ્ટને ખડકો સોંપવાનો ઠરાવ પસાર કરવામાં પણ તેમની ભૂમિકા હતી. ટ્રસ્ટ દ્વારા સૌથી યોગ્ય ખડકોની શોધ 2020માં શરૂ થઈ હતી. ઘણી વિચાર-વિમર્શ પછી તેમણે હિમાલયના રાષ્ટ્રના મુક્તિનાથ ક્ષેત્રમાં ગંડકી નદીમાંથી ખડકો ખરીદવાનું નક્કી કર્યુ હતુ.
આ પછી ટ્રસ્ટે રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે જાણીતા શિલ્પકારોને કૉન્ટ્રાક્ટ આપ્યો હતો. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર આ મૂર્તિ લગભગ 8.5 ફૂટ ઊંચી હશે જેથી સૂર્યના કિરણો તેના પર પડી શકે.












Click it and Unblock the Notifications
