For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયાઃ અમે રામ મંદિર નિર્માણના પક્ષમાં છીએ

કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. અમે રામ મંદિર નિર્માણના પક્ષમાં છીએ.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો. સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં વિવાદિત જમીનને રામલલા વિરાજમાનને આપવાનો ચુકાદો આપ્યો. સાથે જ કોર્ટે સુન્ની વકફ બોર્ડને બીજી જગ્યાએ 5 એકર જમીન આપવાનો ચુકો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. અમે રામ મંદિર નિર્માણના પક્ષમાં છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માન કરે છે.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માનઃ કોંગ્રેસ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માનઃ કોંગ્રેસ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પાર્ટી પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પાર્ટીના અધિકૃત નિવેદનની માહિતી આપી. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. અ રામ મંદિર નિર્માણના પક્ષમાં છે. આ ચુકાદાથી માત્ર મંદિર નિર્માણ માટે દરવાજા ખુલશે એટલુ જ નહિ આ સાથે આ મુદ્દાનુ રાજકીયકરણ કરવા માટે ભાજપ અને બીજા લોકો માટે દરવાજા પણ બંધ થઈ ગયા છે.

પરસ્પર સમ્માન અને એકતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખો

અયોધ્યા કેસમાં આવેલા ચુકાદા પર કોંગ્રેસ કાર્યકારી સમિતિના જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ, ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનુ સમ્માન કરીએ છીએ. અમે બધા સંબંધિત પક્ષો અને બધા સમુદાયોને નિવેદન કરીએ છીએ કે ભારતના બંધારણમાં સ્થાપિત સર્વધર્મ સમભાવ અને ભાઈચારના ઉચ્ચ મૂલ્યોને નિભાવતા અમન ચેનનુ વાતાવરણ જાળવી રાખો. દરેક ભારતીયની જવાબદારી છે કે અમે બધા દેશની સદીઓ જૂની પરસ્પર સમ્માન અને એકતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખો.'

આ પણ વાંચોઃ રામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતોઆ પણ વાંચોઃ રામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો

ભાજપ વિશે કોંગ્રેસ નેતા સૂરજેવાલાએ કહી આ વાત

સુરજેવાલાએ કહ્યુ, સુપ્રીમ કોર્ટે આસ્થા અને વિશ્વાસનુ સમ્માન કર્યુ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી રામ મંદિર નિર્માણના દરવાજા ખુલી ગયા પરંતુ આ ચુકાદાથી ભારતીય જનતા પાર્ટી અને અન્ય લોકોને સત્તા ભોગ માટે દેશની આસ્થા સાથે રાજનીતિ કરવાના દ્વાર પણ બંધ થઈ ગયા છે કારણકે રામ, વચનની મર્યાદા માટે ત્યાગનુ પ્રતીક છે. સત્તાની ભોગનુ નહિ. તમને જણાવી દઈએ કે સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બંધારણીય પીઠે 40 દિવસોની મેરેથોન સુનાવણી બાદ 16 ઓક્ટોબરે અયોધ્યા કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો હતો. ત્યારબાદ શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો.

English summary
Ayodhya Verdict: Randeep Surjewala Congress says we are in favour of the construction of Ram Temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X