For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ડીએમ પાસે સાફ કરાવીશ માયાવતીના જૂતા', આઝમ ખાનનો Video Viral

આઝમ ખાનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પ્રશાસનિક અધિકારીઓ પાસે બસપા સુપ્રીમો માયાવતીના જૂતા સાફ કરવાની વાત કહી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના ઉમેદવાર પર અમર્યાદિત ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ મામલે આઝમ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો છે. આઝમ ખાનના વિવાદિત નિવેદનોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. આઝમ ખાનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પ્રશાસનિક અધિકારીઓ પાસે બસપા સુપ્રીમો માયાવતીના જૂતા સાફ કરવાની વાત કહી રહ્યા છે.

આઝમ ખાનનો વધુ એક વીડિયો વાયરલ

આઝમ ખાનનો વધુ એક વીડિયો વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન લોકોને કહે છે, ‘બધા ડટ્યા રહો, આ કલેક્ટરથી ના ડરો, આ બધા પગારદારો છે, પગારદારોથી ડરાય નહિ. જોયો છે માયાવતીનો ફોટો, કેવા મોટા મોટા અધિકારીઓ રૂમાલ કાઢીને તેમના જૂતા સાફ કરી રહ્યા છે. તેમની સાથે છે ગઠબંધન, તેમના જૂતા સાફ કરાવીશ આમની જોડે અલ્લાહે ઈચ્છ્યુ તો.'

જયાપ્રદા પર પણ કરી હતી અમર્યાદિત ટિપ્પણી

આઝમ ખાને રવિવારે ભાજપ ઉમેદવાર જયાપ્રદા પર અમર્યાદિત ટિપ્પણી કરી હતી જેના માટે રાજકારણ ગરમાયુ હતુ. રામપુરમાં આયોજિત એક ચૂંટણી જનસભામાં આઝમ ખાને એક અમર્યાદિત ટિપ્પણી કરીને કહ્યુ હતુ, ‘જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમની જોડે પ્રતિનિધિત્વ કરાવ્યુ, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા, હું તો 17 દિવસમાં ઓળખી ગયો કે...'

મહિલા પંચે મોકલી આઝમ ખાનને નોટિસ

મહિલા પંચે મોકલી આઝમ ખાનને નોટિસ

આઝમ ખાનના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે તો વળી, ચૂંટણી કમિશને પણ આની નોંધ લઈને રામપુરના જિલ્લાધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. વળી, મહિલા પંચે આઝમ ખાનના નિવેદનને શરમજનક ગણાવ્યુ છે અને કહ્યુ કે તેમને લોકસભા ચૂંટણી લડવાથી રોકવામાં આવે. મહિલા પંચે કહ્યુ કે આઝમ ખાન પર કાર્યવાહી કરીને તેમને સબક શીખવવાની જરૂર છે. મહિલા પંચે સપા નેતાને પણ નોટિસ મોકલી છે.

આઝમની સફાઈ - કોઈનું નામ નહોતુ લીધુ

આઝમની સફાઈ - કોઈનું નામ નહોતુ લીધુ

વળી, આઝમ ખાને જયા પ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે સફાઈ આપી છે. આઝમ ખાને કહ્યુ કે તેમણે કોઈનું નામ લીધુ નહોતુ. જો કોઈ એ સાબિત કરી દે કે કોઈનું નામ લીધુ છે તો તે લોકસભા ચૂંટણીમાંથી પોતાનું નામાંકન પાછુ લઈ લેશે. આઝમ ખાને કહ્યુ કે તે દિલ્લીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમની તબિયત ઠીક નથી. તેમણે કહ્યુ કે એક વ્યક્તિ પોતાની સાથે 150 રાઈફલ લઈને આવ્યો અને બોલ્યો કે તેણે જો આઝમ ખાનને જોયો તો ગોળી મારી દેશે. મારા નેતાઓએ પણ ભૂલ કરી, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે તેના (....) આરએસએસની પેંટ છે.

આ પણ વાંચોઃ Video: સંજય રાઉતે ચૂંટણી કમિશનની ઉડાવી મજાક, બોલ્યાઃ ભાડમાં જાય કાયદોઆ પણ વાંચોઃ Video: સંજય રાઉતે ચૂંટણી કમિશનની ઉડાવી મજાક, બોલ્યાઃ ભાડમાં જાય કાયદો

English summary
azam khan ridicules IAS officers, saying- will get them to clean Mayawati’s shoes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X