તક આપો તો નીતિષ-મોદીને હમળા ગળે મેળવી દઉ: રામદેવ

બે દિવસની બિહાર યાત્રા બાદ ઝારખંડ માટે રવાના થતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં રામદેવે જણાવ્યું કે 'જો મારી સેવા લેવામાં આવી તો આ બંને નેતાઓની વચ્ચે મતભેદ દૂર કરવાનો પ્રયાસ કરીશ.'
રામદેવે જણાવ્યું કે તેમનું માનવું છે કે મોદી અને નીતિશે પોતાના રાજનૈતિક અને વૈચારિક મતભેદ ભૂલાવી દેવા જોઇએ. તેમણે જણાવ્યું કે બંને સમાન જાતકના છે અને એક મોટા હેતુ માટે સ્વાભાવિક સહયોગી પણ છે. જોકે રામદેવે એવું પણ જણાવ્યું કે વિકાસ માટે ભારતને મોદીની અને બિહારને નીતિશ કુમારની જરૂરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી બનવાની અભિલાષામાં જેડીયુ નેતા નીતિશ કુમાર સૌથી મોટી અડચણરૂપ છે. નીતિશ કુમારે વારંવાર જણાવ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન તરફથી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને રજૂ કરવાની વાતનો ક્યારેય સ્વીકાર કરશે નહી.












Click it and Unblock the Notifications
