For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવે પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર

યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે દિલ્લીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોના વાયરસની દવા પરના રિસર્ચ પેપર જાહેર કર્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને નિતિન ગડકરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યુ કે ભારતમાં આયુર્વેદની 30 હજાર કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા છે. અધિકૃત આંકડાઓ મુજબ કોરોના મહામારી પહેલા આમાં 15-20 ટકાનો વધારો જોવા મળ્યો હતો જે મહામારી બાદ વધીને 50-90% થઈ ગયો છે. આ એક સંકેત છે કે લોકોએ આનો સ્વીકાર કરી લીધો છે.

baba ramdev

તમને જણાવી દઈએ કે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે કોરોના વાયરસની એક દવા કોરોનિલ બનાવી હતી પરંતુ બાદમાં તેના પર સવાલ ઉઠ્યા હતા કે તેમણે આ દવાને કોઈ ક્લિનિકલ ટ્રાયલ વિના બજારમાં વેચવા માટે ઉતારી દીધી છે. જ્યારે પતંજલિએ દાવો કર્યો કે તેમણે આની ક્લિનિકલ ટ્રાયલ કરી છે અને કોરોના સંક્રમિત લોકો પર આની સો ટકા સકારાત્મક અસર થઈ છે. બાબા રામદેવના દાવા બાદ ભારત સરકારના આયુષ મંત્રાલયે આના પર જાણવાજોગ લીધી અને કહ્યુ કે મંત્રાલયને આ અંગે કોઈ માહિતી નથી. મંત્રાલયે આ દવાના પ્રચાર-પ્રસાર પર પણ રોક લગાવી દીધી હતી.

આ પહેલા રામદેવે આરોપ લગાવ્યો હતો કે પતંજલિ આયુર્વેદને વિવાદાસ્પદ કોવિડ-19 પ્રતિરક્ષા બુસ્ટર દવા કોરોનિલ માટે પ્રતિદિન 10 લાખ પેકની માંગ મળી રહી છે. ગયા વર્ષે જૂનમાં સ્વામી રામદેવે દાવો કર્યો હતો કે તેમની દવા કોરોના વાયરસથી પીડિત દર્દીઓને ઠીક કરી શકે છે પરંતુ આયુષ મંત્રાલયે આના વેચાણ પર રોક લગાવી દીધી હતી. જો કે બાદમાં મંત્રાલયે એ સુનિશ્ચિત કર્યુ હતુ કે પતંજલિ આ દવાને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે વેચી શકે છે નહિ કે કોરોના વાયરસને ઠીક કરવાની દવા તરીકે. મદ્રાસ ઉચ્ચ ન્યાયલયે પતંજલિને ચેન્નઈ સ્થિત એક કંપની દ્વારા દાખલ અરજી પર 30 જુલાઈ સુધી કોરોનિલ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી અટકાવી દીધી હતી.

કોંગ્રેસે આપ્યુ 'કૉફી શોપ' સાથે 'ડેટ ડેસ્ટીનેશન'નુ વચનકોંગ્રેસે આપ્યુ 'કૉફી શોપ' સાથે 'ડેટ ડેસ્ટીનેશન'નુ વચન

English summary
Baba Ramdev releases scientific research paper on 'the first evidence-based medicine for covid 19 by Patanjali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X