Badaun Double Murder: બે બાળકોને નિર્દયતાથી રહેંશી નાખનાર સાજિદ કોણ હતો, કેમ આપ્યો હત્યાને અંજામ?
Badaun Double Murder: ઉત્તર પ્રદેશના બદાયુમાં નિર્દયતાપૂર્વક થયેલા ડબલ મર્ડર કેસથી ખળભળાટ મચી ગયો છે. સાજીદ અને જાવેદ નામના બે હત્યારાઓએ બે નિર્દોષ બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. પોલીસે એન્કાઉન્ટરમાં એક હત્યારાને ઠાર માર્યો હતો. બીજો આરોપી ફરાર છે. પોલીસે હાલમાં સાજિદના પિતા અને કાકાને કસ્ટડીમાં લીધા છે.
ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું કે આ ડબલ મર્ડર કેસમાં સ્થાનિક વાળંદ સાજિદે મંગળવારે સાંજે બદાયુની બાબા કોલોનીમાં કથિત રીતે બે બાળકોની હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે આયુષ (13) અને અહાન (6)ના ગળા રહેંશી નાખ્યા હતા. હત્યાકાંડના લગભગ બે કલાક પછી હત્યારો સાજિદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

યુપીના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે આરોપીને ત્યારે ઠાર મારવામાં આવ્યો જ્યારે તેણે પીછો કરી રહેલી પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો.. આરોપીની ઓળખ 22 વર્ષીય સાજિદ તરીકે થઈ છે. સાજીદની દુકાન બદાયુના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારની બાબા કોલોનીમાં છોકરાઓના ઘર પાસે આવેલી છે. પીડિતના પિતા વિનોદ સિંહ કોન્ટ્રાક્ટર છે, જ્યારે તેમની માતા સંગીતા બ્યુટી પાર્લર ધરાવે છે.
બદાયુના એસએસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે આરોપી સાજીદ સાંજે સાડા સાત વાગ્યે ઘરમાં ઘુસ્યો. તે સમયે વિનોદ સિંહ કથિત રીતે બજારમાં ગયો હતો, જ્યારે તેની પત્ની તેના બ્યુટી પાર્લરમાં હતી. પોલીસે જણાવ્યું કે છોકરાઓ તેમની દાદી સાથે ઘરમાં હતા. નિર્દોષ મૃતકના પિતાએ આરોપી વિરુદ્ધ FIR નોંધાવી છે.
હત્યાકાંડને અંજામ આપનાર 22 વર્ષીય સાજિદ વ્યવસાયે વાળંદ હતો. મીડિયા રિપોર્ટ મુજબ તે સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલૂન ચલાવતો હતો. કહેવાય છે કે તેની પીડિત પરિવારના ઘરમાં અવરજવર હતી. સમાચાર છે કે ઘટના સમયે પણ તે મદદના બહાને પીડિત પરિવારના ઘરે પહોંચ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં બદાયુ એસએસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યુ કે, 'આરોપી સાજિદ કાલે સાંજે 7.30 વાગે ઘરમાં આવ્યો હતો અને છત પર ગયો હતો, જ્યાં બાળકો રમી રહ્યા હતા. તેણે બે બાળકો પર હુમલો કરી દીધો અને તેમની હત્યા કરી દીધી. ત્યારબાદ તે નીચે આવ્યો, જ્યાં ભીડે તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે ભાગી ગયો.'
એસએસપીએ વધુમાં જણાવ્યુ કે, 'આરોપી ભાગી જવાના સમાચાર મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી. આરોપીએ પોલીસ પર ફાયરિંગ શરુ કરી દીધુ અને વળતી ફાયરિંગમાં તે માર્યો ગયો. હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને રિવૉલ્વર જપ્ત કરી લેવામાં આવી છે. એફઆઈઆરમાં મૃત બાળકોના પરિવારે તેના ભાઈ જાવેદનુ નામ પણ આપ્યુ છે. ટીમ તેની તપાસ કરી રહી છે અને તેને પણ જલ્દી પકડી લેવામાં આવશે.'
પોલીસ અધિકારીએ કહ્યુ કે, 'પરિવારના જણાવ્યા મુજબ આરોપીએ પત્નીની ડિલીવરીના નામ બાળકોના પિતા પાસે 5 હજાર રુપિયાની મદદ માંગી હતી.'
મૃતક બાળકોના ત્રીજા ભાઈ પીયુષે આજતક સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, 'સાજિદે અવાજ કર્યા વિના બંને ભાઈઓ પર હુમલો કરવાનુ શરુ કરી દીધુ હતુ. મને પણ પકડી લીધો હતો અને ત્યારબાદ મારુ મોઢુ બંધ કરી દીધુ, જેથી હું બીજાને જણાવી ના શકુ. તૂટેલા કાચ પર પગ પડવાથી હુમલાખોર ખુદ પણ ઘાયલ થઈ ગયો હતો. ત્યારે હું બચીને ભાગ્યો અને નીચે જઈને બધાને જણાવ્યુ.'
મૃતક બાળકોના પિતાએ એફઆઈઆરમાં લખાવ્યુ હતુ કે, 'આરોપી સાજિદે મારી પત્નીને કહ્યુ કે તેને પૈસા જોઈએ છે કારણકે તેની પત્ની બાળકને જન્મ આપવાની છે. જ્યારે તે પૈસા લેવા માટે અંદર ગઈ તો તેણે કહ્યુ કે તે અસ્વસ્થ અનુભવી રહ્યો છે અને છત પર આંટો મારવા જાય છે અને મારા બાળકો(મૃતક)ને સાથે લઈ ગયો. તેણે પોતાના ભાઈ જાવેદને પણ છત પર બોલાવી લીધો. જ્યારે મારી પાછી આવી તો તેણે સાજિદ અને જાવેદના હાથમાં ચાકૂ જોયુ. સાજિદે મારા જીવિત દીકરા પર પણ હુમલો કર્વાની કોશિશ કરી અને તે ઘાયલ થઈ ગયો. બંને આરોપી ભાગી રહ્યા હતા અને સાજિદે મારી પત્નીને કહ્યુ કે આજે એણે પોતાનુ કામ પૂરી કરી લીધુ છે.'
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
