બડગામમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો
જમ્મુ અને કાશ્મીરમાં બડગામ સ્થિત ચડુરા વિસ્તારમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં બડગામ સ્થિત ચડુરા વિસ્તારમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને બાજુઓથી સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર મારી દીધો છે. સેના હજી પણ આતંકવાદીઓ સાથે લડી રહી છે. વાસ્તવમાં, સૈન્યને માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદીઓ આ વિસ્તારમાં છૂપાયેલા હતા, ત્યારબાદ સેનાએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની શોધ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનું મોત થયું છે, ઓપરેશન ચાલી રહ્યું છે.

Jammu and Kashmir: Exchange of fire underway between terrorists and security forces at Chadoora area of Budgam district. (#Visuals deferred by unspecified time) pic.twitter.com/szUAfSF6Q8
— ANI (@ANI) June 30, 2019












Click it and Unblock the Notifications
