For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હજુ નહિ શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો, સરકારે 30 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો પ્રતિબંધ

સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે જો કે વંદે ભારત મિશન ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 36 લાખને પાર પહોંચી ગઈ છે. તેમછતાં અનલૉકની પ્રક્રિયા દેશભરમાં ચાલુ છે. વિદેશમાં ફસાયેલા લોકોને આશા હતી કે અનલૉકના ચોથા તબક્કામાં સરકાર આંતરરાષ્ટ્રીય ઉડાનોને ફરીથી શરૂ કરી દેશે પરંતુ આમ ન થયુ. સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે જો કે વંદે ભારત મિશન ચાલુ રહેશે.

flight

DGCA તરફથી જારી આદેશ મુજબ ઈન્ટરનેશનલ કૉમર્શિયલ ફ્લાઈટ્સ પર રોક પણ હજુ પ્રતિબંધિત રહેશે. માત્ર તેમના રૂટ્સ પર વિમાનોનું સંચાલન થશે જેના પર ભારત સરકારે સંમતિ આપી દીધી છે. આ સાથે જ આ પ્રતિબંધ કાર્ગો વિમાનો પર લાગુ નહિ થાય જેથી સામાનોનુ સપ્લાય બાધિત ન થાય. વિદેશમાં ફસાયેલા લોકો દેશ પાછા આવવા ઈચ્છે છે તે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટોથી પાછા આવી શકે છે. આના માટે પહેલાથી નિર્ધારિત શરતોનુ પાલન કરવાનુ રહેશે.

અત્યારે વંદે ભારત મિશનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે. 1 સપ્ટેમ્બર, 2020થી છઠ્ઠા તબક્કોની શરૂઆત થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ છઠ્ઠા તબક્કા હેઠળ સરકારી વિમાનન કંપની એર ઈન્ડિયાની 31 ફ્લાઈટો નિશ્ચિત થઈ ગઈ છે. આમાં કેનાડાના ટોરેન્ટો શહેરથી 17 અને વેનકુંવરથી 13 ફ્લાઈટ ઉડાન ભરશે. વળી, ચીનના શાંઘાઈ શહેરથી એક ફ્લાઈટ ઉડાન ભરશે. આ બધી ઉડાનો રાષ્ટ્રીય રાજધાની દિલ્લી આવશે.

લદ્દાખમાં ફરીથી ઝડપ પર આવ્યુ ભારતીય સેનાનુ નિવેદનલદ્દાખમાં ફરીથી ઝડપ પર આવ્યુ ભારતીય સેનાનુ નિવેદન

English summary
Ban on international commercial passenger flights extended till 30th September
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X