પશ્ચિમ બંગાળમાં ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ, જાણો શું કહ્યું મુખ્યમંત્રી મમતા બેનર્જીએ?

હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ બીજેપી કેરળને ઉધાડુ પાડવાની વાત કરી રહી છે તો બીજી તરફ વિપક્ષો પ્રોપગેન્ડા ગણાવી રહ્યા છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનર્જી સરકારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલમાં જ કર્ણાટકના લોકોને બીજેપીને મત ન આપવા અપીલ કરી હતી. હવે ફિલ્મ ધ કેરળ સ્ટોરીને પશ્ચિમ બંગાળમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મમતા બેનર્જીએ આ જાહેરાત કરીને મોટા વિવાદને જન્મ આપ્યો છે.

The Kerala Story

આ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે લેવાયો છે.

મમતા બેનર્જીએ આગળ કહ્યું કે, ધ કાશ્મીર ફાઇલ્સ શું છે? આ એક વર્ગનું અપમાન છે અને કેરળ સ્ટોરી શું છે? આ એક વિકૃત વાર્તા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર તમિલનાડુમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમિલનાડુ થિયેટર અને મલ્ટીપ્લેક્સ માલિકોના પ્રમુખ એમ સુબ્રમણ્યમે આ વાતની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કેટલાક મલ્ટીપ્લેક્સે ફિલ્મ ધ કેરળ સ્ટોરી દર્શાવી પરંતુ તેઓએ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો.

કેરળમાં હિંદુ છોકરીઓના બળજબરીથી ધર્માંતરણનો દાવો કરતી ફિલ્મ કેરળ સ્ટોરી માત્ર અખિલ ભારતીય જૂથોની માલિકીના અમુક મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં આવી હતી. આમાં મોટાભાગે પીવીઆર સામેલ છે. સ્થાનિક માલિકીના મલ્ટીપ્લેક્સે પહેલાથી જ ફિલ્મ પ્રદર્શિત ન કરવાનો નિર્ણય લીધો છે. આમાં કોઈ નામાંકિત કલાકારો નથી.

ફિલ્મને લઈને સુબ્રમણ્યમને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું કે, કેટલાક સ્થાનિક માલિકીના મલ્ટિપ્લેક્સે ફિલ્મમાં બતાવવામાં આવેલી વાર્તા સામે વિરોધની ધમકીને ધ્યાનમાં રાખીને ફિલ્મને પ્રદર્શિત ન કરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મની વાર્તાને લઈને કેરળના નેતાઓએ આકરી ટીકા કરી છે અને કેરળ અને મુસ્લિમોની ખરાબ છબી રજૂ કરવાનો આરોપ મુક્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સહિતના રાજકીય નેતાઓએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, કેટલાક જૂથોએ આ ફિલ્મ પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા 5 અપીલ કરવામાં આવી. કેરળ હાઈકોર્ટે 5 મેના રોજ રીલિઝ થનારી ફિલ્મની રિલીઝ પર સ્ટે આપવા અથવા પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X