Bandra Stampede : બાંદ્રા રેલવે સ્ટેેશન પર નાસભાગ, 9 લોકોને ઈજા
bandra railway station stampede : મહારાષ્ટ્રના બાંદ્રા રેલવે સ્ટેશન પરથી દિવાળી પહેલા નાસભાગના સમાચાર છે.
અહેવાલો અનુસાર, બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ સર્જાઈ છે અને આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.

ઘટના વિશે માહિતી આપતા BMCએ જણાવ્યુ કે, કે ઉતાવળના કારણે પ્લેટફોર્મ નંબર 1 પર લોકોમાં નાસભાગ મચી ગઈ. જેના કારણે 9 લોકો ઘાયલ થયા છે.
એક નાગરિક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં ચડતી વખતે ઝપાઝપીને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સવારે 5.56 વાગ્યે પ્લેટફોર્મ નંબર 1 પર બની. આ દુર્ઘટના બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરોની મોટી ભીડ પ્લેટફોર્મ પર એકઠા થઈ જતા સર્જાઈ.
જણાવી દઈએ ખે, દિવાળીના તહેવાર પર લોકો ઘરે જવા માટે નીકળી રહ્યાં છે. આ જ કારણ છે કે રેલવે સ્ટેશન પર મુસાફરોની મોટી ભીડ જોવા મળી રહી છે. બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 પર નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના બાદ ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકો જમીન પર પડ્યા છે, લોહી ફેલાયેલું છે. રેલવે પોલીસ કર્મચારીઓ સ્ટ્રેચરની મદદથી લોકોને લઈ જઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવેનો એક જવાન ઘાયલ મુસાફરને ખભા પર લઈ જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
