પત્નીના કર્યા 15 ટુકડા, બેગમાં ભરીને નહેરમાં ફેંક્યા

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટકના હોસપેટે માં ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પત્ની પોતાના પતિ પાસે કારની માંગ કરી રહી હતી જેને કારણે પતિને ગુસ્સો આવ્યો અને પત્ની પર હુમલો કરી દીધો. આરોપી પતિએ પોતાની પત્નીની લાશ 15 ટુકડામાં કાપી નાખી.

murder

પત્નીની લાશ 15 ટુકડામાં કાપ્યા પછી તેને એક બેગમાં ભરીને લાશ નહેરમાં ફેંકી આવ્યો હતો. જયારે પરિવારે પત્ની વિશે પૂછ્યું તો તેને જણાવ્યું કે પત્ની ગાયબ થઇ ચુકી છે. પત્નીની હત્યાના ઘણા દિવસો સુધી તેને પોતાના પરિવારને અંધારામાં રાખ્યા અને કોઈને કઈ પણ જણાવ્યું નહીં.

આરોપીનું નામ ચંદ્રહાસ છે અને તેની ઉમર 27 વર્ષ બતાવવામાં આવી રહી છે. બંને વચ્ચે લડાઈનું મુખ્ય કારણ કાર બતાવવામાં આવી રહ્યું છે.

મળતી જાણકારી અનુસાર બંને વચ્ચે 19 ફેબ્રુઆરી 2018 દરમિયાન ખુબ જ લાંબી લડાઈ ચાલી. લડાઈનું કારણ હતું કે પત્નીને કાર જોઈતી હતી. પતિ અને પત્ની વચ્ચે લડાઈ એટલી બધી વધી ગયી કે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. જણાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ખુબ જ પ્રેમ હતો અને તેમને લવ મેરેજ કર્યા હતા. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી ચંદ્રહાસ ઘ્વારા પોતાની પત્ની ભારતીની લાશને 15 ટુકડામાં કાપી નાખી. ત્યારપછી તેને લાશના ટુકડા ચાર બેગમાં ભર્યા અને તેને નહેરમાં ફેંકી આવ્યો.

આરોપી ચંદ્રહાસ છેલ્લા 2 વર્ષથી કપડાંની દુકાન ચલાવે છે. કોઈને પણ વિશ્વાસ નથી બેસી રહ્યો છે કે ચંદ્રહાસ આવું પણ કંઈક કરી શકે છે. જેને પણ આવું સાંભળ્યું તે હેરાન છે. હાલમાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

English summary
Bangalore man killed his wife and cut her in 15 pieces.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.