Bangladesh Political Crisis: એક કરોડ હિન્દુ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવશે, ભાજપ નેતાનો દાવો
Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે કે, આગામી બે-ત્રણ દિવસમાં એક કરોડ હિન્દુઓ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવી શકે છે.
તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ માટે તૈયારી કરવી જોઈએ.
સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે, એક કરોડ હિન્દુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ આવશે. હું પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિનંતી કરું છું કે, તેઓ તૈયાર રહે, કેન્દ્ર સરકારની સલાહ લો.
CAAમાં જણાવ્યા મુજબ, અમારો દેશ ધાર્મિક રીતે અત્યાચાર ગુજારાયેલા હિન્દુઓને આશ્રય આપશે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું - ભારત બાંગ્લાદેશના હિન્દુઓની નરસંહારને મંજૂરી નહીં આપે - સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, જો આગામી ત્રણ દિવસમાં પરિસ્થિતિ નહીં સુધરે તો એક કરોડ હિન્દુઓ બાંગ્લાદેશમાંથી હિજરત કરીને ભારત આવવા લાગશે.

CAA હેઠળ, બંગાળ સરકારે રાજ્યપાલ અને ભારત સરકાર સાથે વાત કરવાનું શરૂ કરવું જોઈએ. ભારત બાંગ્લાદેશના હિન્દુઓના નરસંહારને મંજૂરી નહીં આપે.
બાંગ્લાદેશ હિંસા પર મોટા અપડેટ્સ - હિંસા વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. શેખ હસીના ઢાકાથી નીકળી ગયા છે અને ટૂંક સમયમાં ભારત પહોંચવાના છે.
રિપોર્ટ અનુસાર નવી દિલ્હી આવ્યા બાદ તે અહીંથી લંડન જઈ શકે છે. શેખ હસીનાની સાથે તેની બહેન પણ છે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અને વિરોધ વચ્ચે 300 લોકોના મોત થયા છે. હવે સેનાએ બાંગ્લાદેશની કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં ગત મહિનાથી વિદ્યાર્થીઓ આંદોલન પર હતા.
વિદ્યાર્થીઓની પ્રથમ માંગ સરકારી નોકરીઓમાં અનામત નાબૂદ કરવાની હતી. બાદમાં તેઓ વડાપ્રધાન પદેથી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
BIG BREAKING NEWS 🚨 Suvendu Adhikari said that fresh WAVE of Hindu refugees will land in India.
— Times Algebra (@TimesAlgebraIND) August 5, 2024
He said "Within few days, 1 crore Bangladeshi Hindus will arrive in West Bengal if the situation doesn't improve"
He said "CAA states that our country will provide refugee to those… pic.twitter.com/ve5U4ZBSwq












Click it and Unblock the Notifications
