For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરના એટીએમ હેક થવાનો ખતરો, RBI એ ઉઠાવ્યુ મોટુ પગલુ

ભારતીય બેંકોના એટીએમ પર હેક થવાનો ખતરો મંડાઈ રહ્યો છે અને આનુ મોટુ કારણ એ છે કે દેશના મોટાભાગના એટીએમ આઉટડેટેડ સોફ્ટવેર વિંડો એક્સપી પર ચાલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય બેંકોના એટીએમ પર હેક થવાનો ખતરો મંડાઈ રહ્યો છે અને આનુ મોટુ કારણ એ છે કે દેશના મોટાભાગના એટીએમ આઉટડેટેડ સોફ્ટવેર વિંડો એક્સપી પર ચાલી રહ્યા છે. ગયા પાંચ વર્ષથી આને લઈને ચેતવણી જારી કરવા છતાં બેંકોએ આ અંગે કંઈ પણ કર્યુ નથી. જેના લીધે RBI એ સર્ક્યુલર જારી કરીને સાઈબર હુમલાના ખતરાને જોતા એક વર્ષની અંદર એટીએમના સોફ્ટેવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે.

વિંડોઝ એક્સપીને એટીએમાંથી હટાવે બેંક

વિંડોઝ એક્સપીને એટીએમાંથી હટાવે બેંક

ભારતીય રિઝર્વ બેંકે દેશભરની બેંકોને વિંડો એક્સપીવાળા એટીએમ હટાવવા માટે કહ્યુ છે. બેંકોને સપ્ટેમ્બર 2019 સુધી એટીએમમાંથી વિંડો એક્સપીને હટાવવા માટે કહ્યુ છે. આરબીઆઈએ કડકાઈ દર્શાવતા કહ્યુ છે કે બેંકો એટીએમને સુરક્ષિત બનાવે નહિતર કાર્યવાહી માટે તૈયાર રહે. વિંડો એક્સપી સિસ્ટમમાં એટીએમને હેક થવાનો ખતરો છે. આ અંગે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વળી, એટીએમને અપગ્રેડ કરવાનું પણ કહેવામાં આવ્યુ છે.

જૂની એપ્લીકેશન પર કામ કરી રહ્યા છે એટીએમ

જૂની એપ્લીકેશન પર કામ કરી રહ્યા છે એટીએમ

આરબીઆઈએ એવી બેંકોની યાદી તૈયાર કરી લીધી છે જેના એટીએમ વિંડો એક્સપી અને બીજા જૂના એપ્લીકેશન પર ચાલી રહ્યા છે. લગભગ 95 ટકા એટીએમ જૂની સિસ્ટમથી ચાલી રહ્યા છે. આ યાદીમાં અલાહાબાદ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંક જેવી મોટી બેંકો શામેલ છે. બેંકોએ ઘણા સુરક્ષા ઉપાયો લાગુ કરવાના રહેશે અને આવતા વર્ષે જૂન સુધીમાં એટીએમને નવી ઓપરેટીંગ સિસ્ટમથી અપગ્રેડ કરવાનું રહેશે.

નિર્દેશ ન માનવા પર થશે કાર્યવાહી

નિર્દેશ ન માનવા પર થશે કાર્યવાહી

આરબીઆઈએ બેંકોને જારી કરેલ નોટિફિકેશનમાં કહ્યુ છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમના કારણે સાઈબર હુમલાનો ખતરો છે. બેંકો વહેલામાં વહેલી તકે પોતાના એટીએમ અપગ્રેડ કરે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જે બેંક સપ્ટેમ્બર 2019 સુધી પોતાની એટીએમ સિસ્ટમને અપગ્રેડ નહિ કરે તેની સામે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને બીજા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Banks not Updated Windows Despite 5 Years Of Warnings ATMs Could Be Hacked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X