For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા કામની ખબર: ઓક્ટોબરમાં 11 દિવસ સુધી બંધ રહેશે બેંકો

|
Google Oneindia Gujarati News

આ સમાચારને તમે બિલકુલ પણ ઇગ્નોર નહીં કરી શકો. કારણ કે જો તેને ચૂકશો તો તમારી જ મુશ્કેલી વધી શકે છે. નોંધનીય છે કે ઓક્ટોબરમાં એક સાથે તહેવારો આવતા બેંકો લાંબી રજા લેવાની તૈયારીમાં છે. તેવામાં અમારી તો એ જ સલાહ છે કે તમે 7 ઓક્ટોબર પહેલા જ બેંકને લગતા તમારા તમામ જરૂરી કામ પૂર્ણ કરી લો.

સાર્ક સંમેલન થયું કેન્સલ, પીએમ મોદીની ચાલ થઇ સફળસાર્ક સંમેલન થયું કેન્સલ, પીએમ મોદીની ચાલ થઇ સફળ

Banks will be close for 11 days finish your work soon

તમને જણાવી દઇએ કે દશેરો, દિવાળી જેવા તહેવાર ઓક્ટોબર મહિનામાં એક પછી એક આવી રહ્યા છે. જેના કારણે બેંક 11 દિવસ સુધી બંધ રહેશે. એક્ટોબરમાં પહેલા અઠવાડિયામાં 5 દિવસ સુધી બેંક બંધ રહશે. 8 ઓક્ટોબરે બીજો શનિવાર છે, 9 ઓક્ટોબરે રવિવાર અને તે પછી 10 અને 11 દશેરાની રજા તો 12 ઓક્ટોબરે મહોરમની રજા છે. આમ પાંચ રજાઓ એક સાથે આવી રહી છે.

ભારત માટે સારા સમાચાર, ભારતનું રેકિંગ થયું 39મુંભારત માટે સારા સમાચાર, ભારતનું રેકિંગ થયું 39મું

જ્યારે 2 ઓક્ટોબરે રવિવાર અને ગાંધી જયંતી છે. વળી 30 અને 31 ઓક્ટોબરના રોજ દિવાળીને રજા છે. વળી મહિનાના રવિવાર અને ચોથા શનિવારને જોડતા કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. ત્યારે જો તમારે લોકરનું દિવાળી પહેલા કોઇ કામ હોય કે પછી લોન કે કોઇ બેંકિગનું મોટું કામ બાકી હોય તો આ તારીખો પહેલા જ કરી લેજો. કારણ કે રજાના કારણે ચેક ક્લિયરન્સમાં પણ મુશ્કેલી આવી શકે છે.

English summary
Withdraw money well in advance if you do not want to be stranded next month as banks will be shut for 11 days in October for routine holidays and festivals. Residents must complete banking transactions before October 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X