For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: તોફાની લહેરો વચ્ચે ઝૂલવા લાગ્યુ બાર્જ P305, ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

વાયુસેનાના રેસ્ક્યુ ઑપરેશનને એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકોને રેસ્ક્યુ કરતા બતાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના મુંબઈ અને ગોવામાં વિનાશ વેર્યા બાદ તૌકતે વાવાઝોડાએ મંગળવારે મોડી રાતે ગુજરાતના દરિયામાં દસ્તક દીધી. અત્યાર સુધી કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાને પ્રભાવિત કરી ચૂકેલ વાવાઝોડુ તૌકતે હવે ગુજરાતમાં કહેર વર્તાવી રહ્યુ છે. મંગળવારે મોડી રાતે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાનો પ્રભાવ જોવા મળતો રહ્યો. મોડી રાત સુધી વાયુ સેનાએ મોટાપાયે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યુ અને હજારો લોકોને તટ પરથી કાઢવામાં આવ્યા. વાયુસેનાના રેસ્ક્યુ ઑપરેશનને એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકોને રેસ્ક્યુ કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે વાયુસેનાએ રાહત અને બચાવ અભિયાન ચલાવ્યુ.

barge

રેસ્ક્યુ ઑપરેશનમાં લાગ્યુ INS કોલકત્તા

માહિતી મુજબ વાયુસેનાનો આ વીડિયો INS કોલકત્તા પર રેસ્ક્યુ ઑપરેશનનો છે. વાયુસેનાએ રેસ્ક્યુ ઑપરેશન દ્વારા અત્યાર સુધી 177 લોકોને બચાવ્યા છે. તમને જણાવી દઈએ કે સમુદ્રની લહેરો એટલી ભીષણ હતી કે નેવીનુ બાર્જ પી305 પણ લહેરોનો મુકાબલો કરવામાં સક્ષમ જોવા ન મળ્યુ. બાર્જી પી305માં 373 લોકો સવાર હતા જેમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યુ કે સોમવારે બપોરે વાવાઝોડુ ગુજરાતના તટે આવતા પહેલા બાર્જ પી 305 મુંબઈ તટથી દૂર જતુ રહ્યુ હતુ.

આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદમાંથી પસાર થશે વાવાઝોડુ 'તૌકતે'આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદમાંથી પસાર થશે વાવાઝોડુ 'તૌકતે'

વળી, બીજી તરફ વધુ એકબાર્જ GAL કંસ્ટ્રક્ટર સમુદ્રી લહેરોમાં ફસાઈ ગયુ છે. આમાં 137 લોકો સવાર જણાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નૌકાદળ અને વાયુસેનાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. નૌકાદળએ આઈએનએસ કોચ્ચિ, આઈએનએસ કોલકત્તા અને આઈએનએસ તલવારને રાહત અને બચાવમાં લગાવી દીધા છે.

English summary
Barge P305 of Indian Navy trapped in a storm, 177 people saved lives with the help of the Air Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X