For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીએ મોબાઇલ પર બનાવ્યો પોતાની ફાંસીનો VIDEO

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 17 ડિસેમ્બર: ભોપાલના અયોદ્યા નગર વિસ્તારમાં બીબીએના એક વિદ્યાર્થીએ પોતાના ફોન પર પોતાની આત્મહત્યાનો વીડિયો બનાવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અયોદ્યા નગર વિસ્તારમાં રહેતા સંજય મહેશ્વરી કરિયાણાનો વેપારી છે. તેનો 18 વર્ષીય પુત્ર સંજોગ એનઆરઆઇ કોલેજમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. તે ગત કેટલાક દિવસોથી તણાવ અનુભવી રહ્યો હતો. રવિવારે સોમવારની રાતે સંજોગના પિતાની ઉંઘ પોતાના પુત્રના અવાજથી ખુલી ગઇ. તેમને બહાર આવીને રસોડામાં જોયું તો સંજોગ ફાંસીના મોચડે ઝૂલી રહ્યો હતો.

suicide-600

સંજય મહેશ્વરીએ પોતાના પુત્રને નીચે ઉતાર્યો પરંતુ ત્યાં સુધી તેનું મોત નિપજી ચૂક્યું હતું. સંજોગે બે પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાંસી લગાવતા પહેલાં સંજોગે પોતાનો મોબાઇલ ફોન વીડિયો મોડ પર રસોડાની બાજુમાં રાખ્યો હતો જેના કારણે તેની આત્મહત્યાનીનો આખો વીડિયો મોબાઇલમાં કેદ થઇ ગયો.

મોબાઇલ પર સૌથી પહેલાં સંજોગે કહ્યું હતું કે મમ્પી પપ્પા મને માફ કરી દેજો, તમે લોકોએ મારા પાછળ ખૂબ પૈસા ખર્ચ કર્યા પરંતુ હું તમારી આશાઓ પર ખરો ઉતરી શક્યો નહી. મારી મોતનું કારણ અને ઘટનાક્રમ મોબાઇલમાં જ છે, મને આ ભૂલ માટે માફ કરી દેજો.

English summary
BBA student records suicide video in Bhopal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X