BBC Documentary: PM મોદી પર બનેલી ડૉક્યુમેન્ટ્રી હૈદરાબાદ યુનિવર્સિટીમાં બતાવાઈ, અધિકારીઓએ શરુ કરી તપાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી દ્વારા બનાવાયેલી વિવાદિત ડૉક્યુમેન્ટ્રી પ્રતિબંધ છતાં હૈદરાબાદ યુનિવર્સિટમાં બતાવાઈ.
BBC Documentary: હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી(એચસીયુ)ના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગનુ સોમવારે આયોજન કર્યુ. નોંધનીય છે કે પીએમ મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રી પર ભારત સરકારે મોટુ પગલુ લીધુ છે. સરકારે આ ડૉક્યુમેન્ટ્રીના ટ્વિટર અને યુટ્યુબ લિંક વીડિયો બ્લૉક કરી દીધા છે. ટ્વિટર અને યુટ્યુબમાંથી આ વીડિયો અને લિંક હટાવી દેવાયા છે. તેમછતાં હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટ્રી બતાવવામાં આવી.

સ્ટુ઼ડન્ટ ઈસ્લામિક ઑર્ગેનાઈઝેશથી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસી તરફથી બનાવવામાં આવેલ ડૉક્યુમેન્ટ્રીનુ આયોજન કરવામાં આવ્યુ. આ સમૂહોના 50થી વધુ વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગમાં ભાગ લીધો. યુનિવર્સિટીના છાત્રોને ડૉક્યુમેન્ટ્રી બતાવાયાની ફરિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)એ અધિકારીઓને કરી છે. ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ તપાસ શરુ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે બીબીસીએ 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની બે ભાગની ડૉક્યુમેન્ટ્રી સીરિઝ બનાવી છે. આ સીરિઝ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે. શનિવાર, 21 જાન્યુઆરીના રોજ, ભારત સરકારે આ ડૉક્યુમેન્ટરી સીરિઝના ટ્વીટ અને યુટ્યુબ લિંક વીડિયોને બ્લૉક કરી દીધા છે. 23મી જાન્યુઆરીએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટ્રી સીરિઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ આ અંગે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી.
એબીવીપીના કાર્યકરોએ અધિકારીઓને જણાવ્યુ કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ બીબીસીની ડૉક્યુમેન્ટરી જોઈ. પોલીસે લેખિત ફરિયાદની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. આ સંદર્ભે, યુનિવર્સિટી પ્રશાસને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે તેઓ ફરિયાદના આધારે અહેવાલની રાહ જોઈ રહ્યા છે. સુરક્ષા વિભાગના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ વિદ્યાર્થી સંઘે કંઈપણ 'ગેરકાયદે કે ખોટુ' કર્યાનો ઈનકાર કર્યો છે. વળી, ગાછીબૌલી પોલીસના જણાવ્યા મુજબ સ્ક્રીનીંગને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
ઉલ્લેખનીય છે કે બીબીસીની ડૉક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત છે. આ ડૉક્યુમેન્ટરીએ ભારતમાં વિવાદ ઉભો કર્યો હતો અને કેન્દ્રની ફરિયાદ બાદ યુટ્યુબ અને ટ્વિટર પર તેને બ્લૉક કરી દેવામાં આવી હતી. વળી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા આ ડૉક્યુમેન્ટરીને ખોટા નરેટીવ અને પ્રચારનો ભાગ માત્ર કહેવામાં આવી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
