For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BBC Film Row: કેરળમાં કોંગ્રેસ અને સીપીએમે બીબીસી ડૉક્યુમેન્ટ્રીનુ કર્યુ સ્પેશિયલ સ્ક્રીનિંગ, ભાજપે કરી તોડફોડ

બીબીસીની ડૉક્યુમેન્ટ્રી પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો હોવા છતાં કેરળમાં તેનુ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ. જેનો વિરોધ કરવા ભાજપ રસ્તા પર ઉતરી તોડફોડ કરી.

|
Google Oneindia Gujarati News

BBC Film Row: બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ઈન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. તેની ટ્વિટર અને યુટ્યુબ લિંક પણ બ્લૉક કરી દેવામાં આવી છે. જો કે કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસના યુવા એકમે આનો વિરોધ કર્યો છે. કેરળમાં ઘણી જગ્યાએ કોંગ્રસ અને સીપીઆઈની યુવા પાંખે બીબીસીની ડૉક્યુમેન્ટ્રીની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. તિરુવનંતપુરમના પૂજાપ્પુરામાં તેનુ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ હતુ. જેનો ભાજપે વિરોધ કર્યો હતો.

pm modi

બીબીસી ડૉક્યુમેન્ટ્રીનુ જ્યાં સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ હતુ ત્યાં ભાજપે તોડફોડ કરી અને પોલિસ સાથે ભાજપ કાર્યકર્તાઓનુ ઘર્ષણ થયુ. ભાજપના ઘણા કાર્યકર્તાઓને ઈજા થઈ છે. સીપીઆઈની વિદ્યાર્થી પાંખ એસએફઆઈએ પલક્કડ, કોઝિકોડ, કાલપેટ્ટામાં કેમ્પસ, યુનિવર્સિટીઓમાં ડૉક્યુમેન્ટ્રીનુ સ્ક્રીનીંગ કર્યુ, જ્યારે ભાજપ યુવા મોરચાએ સ્ક્રીનીંગનો વિરોધ કર્યો. યુવા પાંખ દ્વારા ડૉક્યુમેન્ટ્રીના સ્પેશિયલ સ્ક્રીનિંગની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે રાજ્ય ભાજપના પ્રમુખ કે સુરેન્દ્રએ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને હસ્તક્ષેપ કરીને સ્ક્રીનિંગ રોકવાની અપીલ કરી હતી. પરંતુ પ્રદેશ કોંગ્રેસ અને સીપીઆઈએમે સ્ક્રીનિંગને સમર્થન આપ્યુ છે.

સીપીઆઈએમના રાજ્ય સચિવ એમવી ગોવિંદને કહ્યુ કે ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ અલોકતાંત્રિક છે. લોકશાહી સમાજમાં વિચારોને રોકવા ન જોઈએ. જો વિચારો પર પ્રતિબંધ હશે તો લોકોની વિચારસરણી એક જ પ્રકારની રહેશે. ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા સામે જોરદાર વિરોધ થવો જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યુ કે ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા વી મુરલીધરને કહ્યુ કે કેરળમાં ડૉક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને મંજૂરી ન આપવી જોઈએ. આ એક દેશવિરોધી પગલુ છે અને આ સ્ક્રીનિંગ રોકવા માટે મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરવી જોઈએ. આ પહેલા મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલે કહ્યુ હતુ કે બીબીસીની ડૉક્યુમેન્ટ્રીને ન બતાવવી જોઈએ, તે દેશના સાર્વભૌમત્વ સામે પડકાર છે. અનિલ એન્ટનીએ કહ્યુ કે ભાજપ સાથે મતભેદ હોવા છતાં મને લાગે છે કે બીબીસીને બ્રિટિશ સરકારનુ સમર્થન છે, જે ભારત વિરુદ્ધ પૂર્વગ્રહ ધરાવે છે.

English summary
BBC Film Raw: CPM and Congress holds special screening in Kerala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X