For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાને લઈ BCCIએ સરકાર પર નિશાન સાધ્યું

પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાને લઈ BCCIએ સરકાર પર નિશાન સાધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ માટે બીસીસીઆઈની નીતિ સંપૂર્ણ રીતે ભારત સરકારના વલણથી સંચાલિત થઈ રહી છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી કોઈ પણ દ્વિપક્ષીય સીરિઝ નથી રમાઈ. ભારતે પાકિસ્તાનમાં પોતાની અંતિમ સીરિઝ 2005-06માં રમી હતી જ્યારે પાકિસ્તાને ભારતમાં અંતિમ દ્વિપક્ષીય સીરિઝ 2012-13માં રમી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી આ બંને દેશ એકબીજા સામે માત્ર આઈસીસી ઈવેન્ટ અને એશિયા કપમાં જ રમે છે. આ દરમિયાન એક ખબર એવી પણ આવી રહી છે કે બીસીસીઆઈની અંદર ભારતીય ટેનિસ ટીમના પાકિસ્તાનના પ્રસ્તાવિત પ્રવાસને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે.

પાકિસ્તાનમાં મેચ રમાશે

પાકિસ્તાનમાં મેચ રમાશે

જણાવી દઈએ કે ટેનિસ ટીમની પાકિસ્તાન સાથે ઈસ્લામાબાદમાં રમાનાર મેચ પ્રસ્તાવિત છે. આ મુકાબલો ગ્રુપ-1 એશિયાઈ ઓસિયાના ક્ષેત્રી મેચ અંતર્ગત રમાશે. જો કે હજુ એ સ્પષ્ટ રીતે નક્કી નથી કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં જઈ મેચ રમશે કેમ કે બોલ સરકારના ત્રાજવામાં હશે. પરંતુ આ વખતે એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત સરકાર ટીમને રમવા માટે મંજૂરી આપી દેશે.

સરકારના વલણ પર સવાલ

સરકારના વલણ પર સવાલ

એવામાં બીસીસીઆઈના એક અધિકારીએ સરકારના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકારની નીતિ પાકિસ્તાનને લઈ બદલી રહી હોય તો પછી માપદંડ બધી જ રમત માટે એક જેવા હોવા જોઈએ. જો આપણે પાકિસ્તાન સામે ટેનિસ રમી શકીએ છીએ તો પછી ક્રિકેટ માટે પણ માપદંડ સ્પષ્ટ હોવા જોઈએ. અધિકારીએ એમ પણ કહ્યું કે જો સરકારની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે તો બીસીસીઆઈએ પણ તે હિસાબે વિચારવું જોઈએ.

ભારત સાથે રમવાની માંગ

ભારત સાથે રમવાની માંગ

જણાવી દઈએ કે સુરક્ષાના કારણોસર દુનિયાની કોઈપણ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નથી કરતી પરંતુ તટસ્થ દેશોમાં પાકિસ્તાન વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝ જરૂર રમે છે. પાકિસ્તાનમાં પણ લાંબા સમયથી ભારત સાથે રમવાની માંગ કરવામાં આી રહી છે. પાકિસ્તાને આને લઈ ઈન્ટરનેશનલ કોર્ટમાં પણ કેસ કર્યો હતો જેમાં તેને કોઈ સફળતા મળી નથી.

જમ્મુ-કાશ્મીરમાં આર્મી ટ્રેનિંગ લેશે ધોની, આર્મી ચીફે મંજૂરી આપી!જમ્મુ-કાશ્મીરમાં આર્મી ટ્રેનિંગ લેશે ધોની, આર્મી ચીફે મંજૂરી આપી!

English summary
bcci questioned the policy of government on news of tennis team will play in pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X