પુત્ર આકાશના લગ્ન પહેલા મુકેશ-નીતા અંબાણીએ શરૂ કરી અન્ન સેવા
મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ બુધવારે મુંબઈમાં પોતાના પુત્ર આકાશ અંબાણીના લગ્ન પહેલા એક સપ્તાહની અન્ન સેના શરૂ કરી છે.
જાણીતા બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ બુધવારે મુંબઈમાં પોતાના પુત્ર આકાશ અંબાણીના લગ્ન પહેલા એક સપ્તાહની અન્ન સેના શરૂ કરી છે. પરિવારે આકાશ અને તેમની ફિયાન્સ શ્લોકા સાથે લગભગ 2000 અનાથ બાળકોને ભોજન કરાવ્યુ. પરિવારે બાળકોને મુંબઈમાં ધીરુભાઈ અંબાણી સ્ક્વેરના ઉદઘાટન બાદ ફાઉન્ટેન શો પણ બતાવ્યો. આ મ્યૂઝિકલ શોમાં વંદે માતરમ અને જય હો જેવા ગીતો વાગ્યા.

ઈશા અંબાણીના લગ્ન પહેલા કર્યુ હતુ આ આયોજન
આ પહેલા મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન પહેલા પણ પરિવારે આ રીતનું આયોજન કર્યુ હતુ. ત્યારે તેમણે રાજસ્થાનના ઉદયપુરમાં 5000 લોકોને ભોજન કરાવ્યુ હતુ. ઈશા અંબાણીના લગ્ન જાણીતા બિઝનેસમેન આનંદ પિરામલ સાથે થયા છે. લગ્નના આ શાનદાર આયોજનમાં બોલિવુડના ઘણા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

પરિવાર સામે આકાશે શ્લોકાને કર્યુ હતુ પ્રપોઝ
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. બંનેના પ્રી વેડિંગ ફંક્શન પહેલા જ શરૂ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે શ્લોકા મહેતા હીરાના બિઝનેસમેન રુસેલ મહેતાની પુત્રી છે. આકાશે ગોવામાં શ્લોકાને આખા પરિવાર સામે પ્રપોઝ કર્યુ હતુ ત્યારબાદ અંબાણી પરિવારે એક મોટી પાર્ટીનું આયોજન કર્યુ હતુ. હાલમાં જ સ્વિત્ઝરલેન્ડમાં બંનેની પ્રી વેડિંગ પાર્ટી 3 દિવસ સુધી ચાલી હતી. અહીં શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત મ્યૂઝિક સેંશેન કોલડપ્લે અને ધ ચેનસ્મોકર્સે પણ ત્યાં પર્ફોર્મ કર્યુ હતુ.

ઈશા અંબાણીની સગાઈમાં સાથે પહોંચ્યા હતા આકાશ અને શ્લોકા
ઈશા અંબાણીની સગાઈમાં આકાશ અને શ્લોકા મહેતાને સાથે જોવામાં આવ્યા હતા. બંનેએ ઈશાના સંગીતમાં પર્ફોર્મન્સ પણ આપ્યુ હતુ. ઈશાની સગાઈ ઈટલીના લેક કોમોમાં થઈ હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
