Bengal Results: 'અંધારામાં સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી રહી છે ગાડીઓ,' મમતા બેનર્જીનો BJP પર વીજળી કાપવાનો આરોપ

સોમવાર, 4 મે, 2026ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. આ પૂર્વે રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતગણતરી પહેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.

મમતાનો દાવો છે કે રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ઇરાદાપૂર્વક વીજ પુરવઠો કાપી નાખવામાં આવી રહ્યો છે. તેમનો આરોપ છે કે તેનો હેતુ સ્ટ્રોંગ રૂમ આસપાસ શંકાસ્પદ ગતિવિધિઓને અંજામ આપવાનો હોઈ શકે છે.

તેમણે સોશિયલ મીડિયા પર કાર્યકરોને સતર્ક કરતાં હુગલીના શ્રીરામપુર, નદિયાના કૃષ્ણાનગર, બર્ધમાનના ઔસગ્રામ અને કોલકાતાના ખુદીરામ અનુશીલન કેન્દ્ર જેવા વિસ્તારોમાં લોડ શેડિંગના અહેવાલોનો ઉલ્લેખ કર્યો. અંધારાનો લાભ લઈને સ્ટ્રોંગ રૂમ નજીક વાહનોની અવરજવર વધી છે અને સીસીટીવી કેમેરા નિષ્ક્રિય કરાયા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.

મમતા બેનર્જીએ કાર્યકરોને સંબોધતા કહ્યું, "જે રીતે હું આખી રાત જાગીને નજર રાખી રહી છું, તેમ તમે પણ જાગૃત રહો અને જનતાના મતોની રખવાળી કરો. ક્યાંય પણ કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તરત જ ફરિયાદ નોંધાવો અને ઘેરાવ કરો."

પશ્ચિમ બંગાળમાં આ વખતે લોકશાહીનો ઉત્સવ પોતાના ચરમસીમાએ રહ્યો. આઝાદી બાદ પહેલીવાર રાજ્યમાં 92% થી વધુનું રેકોર્ડ મતદાન નોંધાયું છે. રાજ્યની 293 બેઠકો માટે 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું.

સૌની નજર ભવાનીપુર બેઠક પર કેન્દ્રિત છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સીધો મુકાબલો વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી સાથે છે. ટીએમસી ચોથી વખત જીતનો ચોગ્ગો ફટકારવા આતુર છે, જ્યારે ભાજપને આ વખતે પૂર્ણ બહુમતી સાથે 'કમળ' ખીલવાની આશા છે.

આજે, 4 મે, સવારે 8 વાગ્યાથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં, પરંતુ આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી સહિત કુલ 5 રાજ્યોની 824 બેઠકો માટે મતગણતરીનો પ્રારંભ થશે.

આ પરિણામોને 2029ની લોકસભા ચૂંટણીના સૌથી મોટા 'ટ્રેલર' તરીકે જોવામાં આવી રહ્યા છે, જે રાષ્ટ્રીય રાજકારણની દિશા સ્પષ્ટ કરશે. સાંજ સુધીમાં બંગાળની સત્તાની ચાવી કોના હાથમાં આવશે, તે સ્પષ્ટ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X