For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુમાં સંભળાયો રહસ્યમય અવાજ, 5 સેકન્ડ સુધી હલતી રહી બારીઓ, લોકોમાં ભય

બેંગલુરુમાં બુધવારે બપોરે લગભગ 1.30 વાગે એક રહસ્યમયી અવાજથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં બુધવારે બપોરે લગભગ 1.30 વાગે એક રહસ્યમયી અવાજથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. શહેરના પૂર્વ વિસ્તારોમાં વિચિત્ર અવાજે ત્યાં રહેતા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. બેંગલુરુ નિવાસીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે આ વિસ્તારમાં એક તીવ્ર અવાજ સંભળાયો હતો જ્યારે અમુક લોકોએ કહ્યુ કે તેમણે અવાજની સાથે ઝટકા પણ અનુભવ્યા, સાથે ઘરોની બારીઓ પણ પાંચ સેકન્ડ સુધી હલતી રહી.

રહસ્યમય અવાજ સાંભળી લોકો ઘરની બહાર નીકળ્યા

રહસ્યમય અવાજ સાંભળી લોકો ઘરની બહાર નીકળ્યા

રહસ્યમયી તીવ્ર અવાજ વિશે સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ દાવા કરી રહ્યા છે. અમુકનુ કહેવુ છે કે આ ભૂકંપના ઝટકા હતા તો અમુક લોકો આને ફાઈટર જેટનો અવાજ ગણાવી રહ્યા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે સંભળાયેલો અવાજ કોનો હતો. સૂત્રોનુ કહેવુ છે કે આ વિચિત્ર અવાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કલ્યાણ નગર, એમજી રોડ, મરાઠાહલ્લી, હાઈટફિલ્ડ, સરજાપુર, ઈલેક્ટ્રોનિક સિટીથી લઈને હેબ્લાગોડી સુધી સંભળાયો. મોટી સંખ્યામાં લોકોએ આ અવાજ સાંભળ્યાનો દાવો કર્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા ઘણા દાવા

જાણીતા બ્લૉગર અને શેફ નંદિતા આયરે પણ ટ્વિટ કરીને આ અવાજ સાંભળવાનો દાવો કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યુ, બેંગલુુરુમાં આ અવાજ કેવો હતો? જો કે એક યુઝરને રિપ્લાય કરીને તેમણે ખુદ આનો જવાબ પણ આપ્યો. નંદિતાના જણાવ્યા મુજબ આ અવાજ ફાઈટર જેટનો હતો. તમને જણાવી દઈએ કે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે અવાજ શેનો હતો. સુરક્ષા એજન્સીઓ આ અવાજના સ્ત્રોત વિશે શોધી રહી છે.

અવાજના સ્ત્રોત વિશે શોધી રહ્યા છે

અવાજના સ્ત્રોત વિશે શોધી રહ્યા છે

હાઈટફિલ્ડ ડિવિઝનના ડીસીપી એમએન અનુચેતે રહસ્યમય તીવ્ર અવાજ પર કહ્યુ, પૂર્વ બેંગલુરુમાં એક વિચિત્ર અવાજ સંભળાયો છે. અમે આ અવાજના સ્ત્રોત વિશે શોધવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે હાઈટફિલ્ડ એરિયાની તપાસ કરવામાં આવી રહીે છે પરંતુ ત્યાં કંઈ પણ એવુ દેખાયુ નથી જેને અવાજનો સ્ત્રોત માની શકાય. ગડગડાહટ જેવો અવાજ સાંભળ્યા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા. આ પહેલા શહેરના કમિશ્નર ભાસ્કર રાવે કહ્યુ કે આ ઘટનાક્રમમાં કોઈ ક્ષતિ થવાના સમાચાર નથી.

ભૂકંપનો નહોતો આ અવાજ

બેંગલુરુ પોલિસ કમિશ્નર ભાસ્કર રાવે જણાવ્યુ કે અમને પણ માહિતી સોશિયલ મીડિયાથી મળી છે. જો કે 100 નંબર પર કોઈ પણ પ્રકારના નુકશાન કે અનહોનીના સમાચાર આવ્યા નથી. એરફોર્સ કંટ્રોલ રૂમથી ફણ આ અવાજ વિશે શોધવા માટે કહેવામાં આવ્યુ છે. વળી, સૂત્રોનુ કહેવુ છે કે અવાજ ભૂકંપનો નહોતો. સિસ્મોમીટર પર કોઈ પ્રકારના ધરતીમાં કંપનને નોંધવામાં આવ્યુ નથી. લોકોનુ કહેવુ છે કે ગડગડાહટનો અવાજ એટલો તીવ્ર હતો કે બારીઓમાં લાગેલા કાચના દરવાજા હલી ગયા.

Coronavirus: 6 ફૂટનુ અંતર સોશિયલ ડિસ્ટંસીંગ માટે પૂરતુ નથી! ડરાવનાર ખુલાસો!!Coronavirus: 6 ફૂટનુ અંતર સોશિયલ ડિસ્ટંસીંગ માટે પૂરતુ નથી! ડરાવનાર ખુલાસો!!

English summary
Bengaluru people heard mysterious voice in the city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X