For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bengaluru Flood: બેંગલુરુમાં કરન્ટ લાગવાથી એક છોકરીનુ મોત, ટ્રેક્ટરથી ઑફિસ જઈ રહ્યા છે લોકો

રાજધાની બેંગલુરુ હાલમાં પૂરની ઝપેટમાં છે. અવિરત વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજધાની બેંગલુરુ હાલમાં પૂરની ઝપેટમાં છે. અવિરત વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકોને ઑફિસ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંથી જે તસવીરો સામે આવી છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે લોકો અહીં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા. તેની પાછળનુ કારણ રસ્તાઓ પર ઘૂંટણ સમુ પાણી ભરાઈ ગયુ છે જેના કારણે કાર અને બસો થંભી ગઈ છે. જેથી લોકોને ટ્રેક્ટર ચલાવવાની ફરજ પડી છે.

rain 1

એસડીઆરએફની ટીમો ડૂબી ગયેલા વિસ્તારો માટે બોટની મદદ લઈ રહી છે. તો ઘણા વિસ્તારોમાં એટલુ પાણી છે કે ત્યાં ટુ વ્હીલર જ ડૂબી ગયા છે. એટલું જ નહિ આ દરમિયાન ઘણી જગ્યાએ દર્દનાક ઘટનાઓ પણ બની છે. ઉત્તર બેંગલુરુમાં ભારે વરસાદને કારણે એક મકાન તૂટી પડ્યુ હતુ. વળી, અખિલા નામની 23 વર્ષની છોકરીનુ કથિત રીતે મૃત્યુ થયુ હતુ કારણ કે તે બેંગલુરુમાં વ્હાઇટફિલ્ડ પીએસ પાસે ડૂબી જતાં તેની સ્કૂટી ઈલેક્ટ્રીક પોલના સંપર્કમાં આવી હતી.

rain 2

એકંદરે, આ સમયે બેંગ્લોરમાં ભારે વરસાદે ઘણી મુશ્કેલી ઊભી કરી છે. મંડ્યામાં કાવેરી વોટર સ્ટેશન પ્રભાવિત હોવાથી પીવાના પાણીનો પુરવઠો પણ બે દિવસથી ખોરવાઈ ગયો હતો. જેના કારણે કાવેરીનુ પાણી બે દિવસ શહેરમાં આવશે નહી.

rain 3

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને અહીં 9 સપ્ટેમ્બર સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સોમવારે બેંગલુરુમાં 13 સેમી વરસાદ નોંધાયો હતો. બેલાથુર વિસ્તારમાં પણ ભારે જળબંબાકાર છે. ટ્રાફિક પોલીસે લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

English summary
Bengaluru Rains : A girl lost her lives due to electrocution in Bangalore, people are going to office by Tractor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X