For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથગ્રહણમાં યેદિયુરપ્પાએ કેમ ઓઢી હતી લીલી શાલ?

હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગુરુવારે ભાજપ વિધાયક દળના નેતા બીએસ યેદિયુરપ્પાએ છેવટે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા.

|
Google Oneindia Gujarati News

હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગુરુવારે ભાજપ વિધાયક દળના નેતા બીએસ યેદિયુરપ્પાએ છેવટે કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. શપથ દરમિયાન યેદિયુરપ્પાએ લીલા રંગની શાલ ઓઢી હતી અને દરેકનું ધ્યાન આના પર હતું.

યેદિપુયરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઈનકાર

યેદિપુયરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઈનકાર

ઉલ્લેખનીય છે કે બુધવારે કોંગ્રેસ અને જેડીએસે કર્ણાટકમાં ભાજપને સરકાર બનવાથી રોકવા માટે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે ભાજપને રાહત આપતા યેદિપુયરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રિમ કોર્ટે ભાજપના સમર્થક વિધાયકોની યાદી પણ માંગી હતી અને સાથે જ રાજ્યપાલને આપેલા સમર્થનપત્રની પણ માંગ કરી છે. કોર્ટ હવે આ મામલાની શુક્રવારે સવારે 10.30 વાગે ફરીવાર સુનાવણી કરશે.

યેદિયુરપ્પાને આવી ખેડૂતોની યાદ

યેદિયુરપ્પાને આવી ખેડૂતોની યાદ

ગુરુવારે લીલા રંગની શાલ ઓઢીને કર્ણાટકની જનતાની સેવા કરવાના શપથ લીધા. યેદિયુરપ્પા લીલા રંગની શાલ ઓઢીને પોતાને ખેડૂતોના પ્રતિનિધિ બતાવવા ઈચ્છે છે. એ વાત જોવા જેવી છે કે નવા સીએમે ઈશ્વરના નામ ઉપરાંત ખેડૂતોના નામ પર પણ શપથ લીધા. કર્ણાટક રાજ્યમાં ઓછા વરસાદને કારણે વર્ષ 2013માં અનાવૃષ્ટિની સ્થિતિ ઉદભવી હતી અને ઘણા ખેડૂતોને મુશ્કેલીભર્યા દિવસો જોવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. ફેબ્રુઆરીમાં જ્યારે કર્ણાટકના દેવનાગિરીમાં ખેડૂતો સાથે રેલી થઈ તો તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હતા.

એક લાખ કરોડની રકમ ખર્ચ કરશે

એક લાખ કરોડની રકમ ખર્ચ કરશે

યેદિયુરપ્પાએ આ રેલીમાં પોતીની જિંદગી ખેડૂતો માટે સમર્પિત કરવાનું વચન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે જો તેમની સરકાર કર્ણાટકમાં આવી તો તેઓ સિંચાઈ પ્રોજેક્ટને પૂરા કરવા માટે એક લાખ કરોડની રકમ ખર્ચ કરશે. યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે રાજ્યમાં ખેડૂતો સતત અનાવૃષ્ટિ અને પાકના નુકશાનના કારણે ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવામાં મુખ્યમંત્રી બનવા પર તેઓ રાજ્યના કલ્યાણ માટે જ કામ કરશે. ક્યાંકને ક્યાંક લીલા રંગની શાલ ઓઢીને શપથ લેવી એ તેમના આ વચનને જ યાદ અપાવે છે. જો કે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ લીલા રંગની શાલ ઓઢી હતી.

English summary
bengaluru why bjp s bs yeddyurappa sworn in as chief minister of karnataka with green shaw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X