ડિલિવરી બૉયે મહિલાને સંબંધ બનાવવા કહ્યું, જાણો આગળ
હાલમાં જ ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેંગ્લોરની છે, જ્યાં ફૂડ એપ સ્વિગીથી ખાવાનું આપવા આવેલા ડિલિવરી બૉયે મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું
હાલમાં જ ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેંગ્લોરની છે, જ્યાં ફૂડ એપ સ્વિગીથી ખાવાનું આપવા આવેલા ડિલિવરી બૉયે મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું અને તેને સંબંધ બનાવવા સુધીની વાત પણ કહી દીધી. મહિલાએ ગુસ્સો કરીને તેને ભગાડ્યો અને કંપનીને તેની ફરિયાદ કરી. ફરિયાદ પછી સ્વિગી તરફથી સોરી નોટ મોકલવામાં આવી અને સાથે તેને 200 રૂપિયાની કુપન પણ આપવામાં આવી.

ફેસબૂક પર આખી ઘટના લખી
બેંગ્લોરની રહેનારી મહિલાએ જણાવ્યું કે તેને સ્વિગીથી ખાવાનું ઓર્ડર કર્યું હતું. ડિલિવરી બોય ખાવાનું લઈને આવ્યો, ત્યારે તેને દરવાજો ખોલતા જ અભદ્રતા કરી. તેને મહિલાને કહ્યું કે શુ સંબંધ બનાવશો. તેને કારણે ગુસ્સે થયેલી મહિલાએ ખાવાનું લઈને જલ્દી દરવાજો બંધ કરી દીધો. ત્યારપછી મહિલાએ આખી ઘટના ફેસબૂક પર લખીને કંપની પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કર્યો.

કંપનીએ કહ્યું 'સોરી'
મહિલા ઘ્વારા ફેસબૂક પર પોસ્ટ લખ્યા પછી સ્વિગી ઘ્વારા માફી માંગવામાં આવી અને ડિલિવરી બોય સામે એક્શન લેવા માટે જાણકારી આપવાનું પણ કહ્યું. કંપનીએ સોરી નોટ મોકલીને મહિલાની માંફી માંગી. એટલું જ નહીં પરંતુ માફી તરીકે 200 રૂપિયાનું સ્વિગી કુપન ગિફટ તરીકે આપ્યું.

વિવાદ પછી થયું આ બધું
જણાવવામાં આવ્યું કે મહિલાની કોઈ વાતને લઈને ડિલિવરી બોય સાથે વિવાદ થયો. ત્યારપછી ડિલિવરી બૉયે ગંદા કમેન્ટ કર્યા, મહિલાના જવાબ આપવા પર ડિલિવરી બૉયે સેક્સ સુધીની વાત કહી દીધી. પીડિત મહિલાએ કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરી, ત્યારપછી કંપની તરફથી મહિલાને સોરી નોટ અને 200 રૂપિયાની કુપન મોકલવામાં આવી.












Click it and Unblock the Notifications
