For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણીપંચ ભાજપ પર પ્રતિબંધ લગાવે: બેની પ્રસાદ વર્મા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

beni-prasad-verma
લખનઉ, 6 નવેમ્બર: વોટ માટે રખમાણો કરાવનારી અને બાબરી મસ્જિદને તોડીને સાંપ્રદાયિકતા ફેલાવનારી પાર્ટી ભાજપ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ચૂંટણી પંચ પાસે માંગણી કરી છે કે તે ભાજપ પર તાત્કાલિક પાબંધી લગાવે. તેમનું કહેવું છે કે ભાજપના કારણે જ અયોધ્યા કાંડ થયો અને મસ્જિદ તોડી પાડવમાં આવી.

બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે ભાજપે એવા કૃત્યો કર્યા છે જે દેશ વિરોધી છે. હિન્દુઓનું રાજકારણ કરવાનો દાવો કરનાર પાર્ટીએ હિન્દુ-મુસ્લિમોને લડાવવાનું કામ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં બાબરી મસ્જિદ તોડી પાડીને ભાજપે દેશભરમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવ્યા છે. આટલું જ નહી ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફક્ત વોટ માટે રમખાણો કરાવ્યા અને હજારો બેગુનાહ મુસલમાનોને મારી નંખાવ્યા હતા.

આજે આ ભાજપના આદર્શો બની ગયા છે. તેમને કહ્યું હતું કે ચૂંટણી પંચે આ કૃત્યો કરનાર પાર્ટી પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવો જોઇએ. તેમને કહ્યું કહ્યું કે રાષ્ટ્રીય સ્વંસેવક સંધ (આરએસએસ) અને ભાજપને વિશ્વાસ છે કે તે જુલ્મ, આતંક અને વિધ્વંસના માધ્યમથી પાર્ટીને આગળ વધારી શકાય. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરી જેવા લોકો કોના આદર્શ બની શકે.

ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી દ્રારા દાઉદ ઇબ્રાહિમ સાથે કરવામાં આવેલી આધ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદની તુલનાની બેની પ્રસાદ વર્માએ ટીકા કરી હતી. તેમને કહ્યું હતું કે વિધ્વંસથી પેદા થયેલા દાઉદ, ભાજપ અને આરએસએસનું ચરિત્ર એક જેવું છે. તેમને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદની તુલના દાઉદ ઇબ્રાહિમ સાથે કરનાર વ્યક્તિ નિકૃષ્ટ માનસિકતાવાળો જ હોવો જ જોઇએ. આવી પાર્ટીને રાજકારણમાં રહેવાનો અધિકાર નથી તેની પર પ્રતિબંધ લગાવવો એ અંતિમ વિકલ્પ છે.

English summary
Central steal minister Beni Prasad Verma has demanded Election Commission to put ban on Bhartiya Janta Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X