For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી આવી રહ્યા છે વૉટ્સએપ કૉલ, ભૂલથી પણ ના ઉપાડતા નહિતર બેંક ખાતુ થશે ખાલી

પડોશી દેશ પાકિસ્તાનથી વૉટ્સએપ કૉલ્સ આવી રહ્યા છે. આ કૉલ્સછી તમને બચીને રહેવાની જરૂર છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

પડોશી દેશ પાકિસ્તાનથી વૉટ્સએપ કૉલ્સ આવી રહ્યા છે. આ કૉલ્સછી તમને બચીને રહેવાની જરૂર છે. આ વૉટ્સએપ કૉલ દ્વારા લોકોને લૉટરી લાગવા અને બંપર ઈનામ જીતવાની વાત કહેવામાં આવી રહી છે જેથી લોકો આના જાળમાં આવી જાય પરંતુ તમને જણાવી દઈએ કે આ કૉલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારી જમા રકમને આ કૉલ મિનિટોમાં સાફ કરી શકે છે. અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે તમે જાણી શકો છો કે આ ફેક કૉલ છે અને કેવી રીતે તમે પોતાને આ ફેક કૉલ્સથી બચાવી શકો છો.

આ પણ વાંચોઃ દિલ્લીમાં મૌલાનાએ જય શ્રી રામ બોલવાની ના પાડતા કારથી મારી ટક્કરઆ પણ વાંચોઃ દિલ્લીમાં મૌલાનાએ જય શ્રી રામ બોલવાની ના પાડતા કારથી મારી ટક્કર

પાકિસ્તાનથી આવી રહેલા કૉલ્સ

પાકિસ્તાનથી આવી રહેલા કૉલ્સ

પાકિસ્તાન ભલે કંગાળીના દ્વારે ઉભો છે પરંતુ ફેક કૉલ્સ દ્વ્રા ત ભારતના લોકોને કરોડપતિ બનાવવાનો દાવો કરી રહ્યો છે. પાકિસ્તાનથી વૉટ્સએપ કોલિંગ દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આ નકલી કૉલ્સ દ્વારા લોકોને લાલચ આપીને તેમના બેંક ખાતા ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના આ હેકર્સ લોકોને કરોડપતિ બનાવવાની જાળ પાથરીને તેમના મોબાઈલને હેક કરીને બેંક અકાઉન્ટનું એક્સેસ લઈ લે છે અને પછી તેમની જમાપુંજીને ખાલી કરી દે છે.

આ નંબરથી સાવધાન

આ નંબરથી સાવધાન

જો તમારી પાસે +92થી કોઈ ફોન આવે તો જરા સાવધાન થઈ જાવ. +92 પાકિસ્તાનનો કન્ટ્રી કોડ છે જેના દ્વારા લોકોને કૉલ કરીને તેમને ફસાવવાં આવી રહ્યા છે. આવો જ એક કેસ સામે આવ્યો છે જ્યાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા વ્યક્તિને +92 302 749974 નંબર પરથી ફોન આવ્યો. આ નંબરના પ્રોફાઈલ પિકમાં કૌન બનેગા કરોડપતિનો લોગો લાગ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યુ કે તમે 25 લાખ રૂપિયાની લૉટરી જીતી છે. અને આને મેળવવા માટે તમારે કોઈ પૈસા આપવાના નથી, તમારે બસ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે. જો કે વ્યક્તિએ કોઈ એપ ડાઉનલોડ ન કરી પરંતુ જો કોઈ તેમની જાળમાં ફસાઈને આ એપ ડાઉનલોડ કરે તો તેનો આખો ફોન હેકર્સના કંટ્રોલામાં આવી જાય છે ત્યારબાદ મિનિટાં તે તમારુ બેંક ખાતુ ખાલી કરી દે છે.

કેવી રહેશો સુરક્ષિત

કેવી રહેશો સુરક્ષિત

સાઈબર એક્સપર્ટના જણાવ્યા મુજબ પાકિસ્તાનથી ડાયરેક્ટ ફોન અને એસએમએસથી છેતરપિંડીના કેસોમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. નિષ્ણાતની સલાહ છે કે લોકો +92 વાળા નંબરથી આવતા ફોન જ રિલીવ ના કરે અને ના તેમના નંબર પર કૉલ કરે. જો તમારે આ નંબરથઈ આવેલા કૉલને રિસીવ કર્યો તો સામાવાળી વ્યક્તિ તમને ફોસલાવવાની દરેક સંભવ કોશિશ કરે છે. તે તમને લૉટરીની લાલચ આપીને લિંક મોકલીને તેને ડાઉનલોડ કરવા માટે કહેશે જે સાથે જ તે તમારા ફોનને હેક કરીને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

English summary
Beware: Do Not Pick Whatsapp Calls from Pakistan With Country Code 92, Your bank account will be empty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X