For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Punjab Election Result 2022: ક્યારેક રાજનીતિના કારણે ભગવંત માનના થયા હતા ડિવૉર્સ, ઈન્ટરવ્યુમાં ખોલ્યા હતા રાઝ

તમે એ નહિ જાણતા હોય કે ક્યારેક રાજનીતિના કારણે તેમને પરિવારવાળાનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. આપ પાર્ટીએ પંજાબમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીઓ ગુરુવારે 117માંથી 92 સીટો પર કબ્જો કરીને ઐતિહાસિક જીત મેળવી છે. આપે ચૂંટણી પહેલા જ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા અને હવે આ પ્રચંડ જીત બાદ ભગવંત માન રાજ્યની સત્તા સંભાળવા જઈ રહ્યા છે.

રાજનીતિના કારણે પરિવારે છોડ્યો હતો ભગવંત માનનો સાથ

રાજનીતિના કારણે પરિવારે છોડ્યો હતો ભગવંત માનનો સાથ

તમને જણાવી દઈએ કે ભગવંત માન પંજાબની રાજનીતિનો મોટો ચહેરો બની ગયા છે. પરંતુ તમે એ નહિ જાણતા હોય કે ક્યારેક રાજનીતિના કારણે તેમને પરિવારવાળાનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં માને જણાવ્યુ હતુ કે આ રાજનીતિના કારણે તેમના ઘરવાળા તેમનાથી દૂર થઈ ગયા અને તેમણે ઘણુ બધુ ગુમાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, 'રાજનીતિના કારણે તે પોતાના પત્ની-બાળકોને સમય આપી શકતા નહોતા અને આ કારણે વર્ષ 2015માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. તેમના બાળકો તેમની સાથે ફોન પર વાત પણ નથી કરતા.'

બે બાળકોના પિતા છે માન

બે બાળકોના પિતા છે માન

ભગવંક માનના બે બાળકો છે. એક છોકરો અને એક છોકરી છે જે હવે વિદેશમાં રહે છે. ઉલ્લેખનીય છે કે ભગવંત માને પોતાના કરિયરની શરુઆત એક કૉમેડિયન તરીકે કરી હતી. તે ખૂબ સારા સ્ટેજ શોનો હિસ્સો રહ્યા છે. આપ પાર્ટીએ માનને પોતાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તે પંજાબથી આમ આદમી પાર્ટીના એકમાત્ર લોકસભા સાંસદ છે. ભગવંત માને 2014ની લોકસભા ચૂંટણી જીતી હતી.

મા સામે લીધી હતી શપથ કે ક્યારેય દારુ નહિ પીવે

મા સામે લીધી હતી શપથ કે ક્યારેય દારુ નહિ પીવે

વિવાદો સાથે ભગવંત માનને હંમેશાથી નાતો રહ્યો છે. તેમના પર સંસદમાં દારુ પીને આવવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે એ લોકોના નિશાના પર આવી ગયા હતા પરંતુ વર્ષ 2019માં ભગવંત માનો આમ આદમી પાર્ટીની જનસભામાં પોતાની મા સામે શપથ લીધા કે તે ફરીથી ક્યારેય દારુ નહિ પીવે.

અમારા રાષ્ટ્રીય સંયોજન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છુ'

જીત બાદ ભગવંત માને આખા પંજાબનો પોતાનો પરિવાર ગણાવીને કહ્યુ કે, 'અમારા રાષ્ટ્રીય સંયોજન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છુ. હું ખટકર કલાંમાં શપથ લઈશ, આજે સાંજ સુધી જણાવી દેશે કે શપથ ગ્રહણ ક્યારે થશે. કાલે હું માનનીય રાજ્યપાલ સાથે મુલાકાત કરીશ, આજે તેમની સાથે મુલાકાતનો સમય લેવામાં આવશે.' તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં આપે ત્રણ ચતુર્થાંશ સીટો મેળવી. વળી, કોંગ્રેસે 18, શિઅદે 3, ભાજપે 2 અને બસપાએ 1 સીટ જીતી. વળી, એક સીટ અપક્ષે જીતી છે. કેજરીવાલે આ જીત માટે જનતાનો આભાર માનીને કહ્યુ કે આ બદલાવની તૈયારી છે. જનતાએ ઈંકલાબ લાવી દીધો છે.

English summary
Bhagwant Mann and his then-wife Inderjeet Kaur had filed for divorce in 2015. read profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X