પંજાબને મળશે 75 આમ આદમી ક્લીનિક, CM ભગવંત માને કહ્યુ - અહીં 100 મેડિકલ ચેકઅપ થશે ફ્રી
પંજાબમાં પહેલીવાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી સતત એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે.
પટિયાલાઃ પંજાબમાં પહેલીવાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી સતત એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આપ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. દિલ્લીના મોહલ્લા ક્લિનિકની જેમ હવે પંજાબમાં પણ આમ આદમી ક્લિનિક ખોલવા જઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને આની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ભગવંત માને કહ્યુ કે આ ક્લિનિક્સમાં 4-5 લોકોનો સ્ટાફ હશે. જ્યાં 100 મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવશે. દર્દીઓને અહીં આ પરીક્ષણો સાથે 41 પેકેજ મફત આપવામાં આવશે.

ભગવંત માને ટ્વીટ કરીને લખ્યુ કે અમે વચન આપ્યુ હતુ તેમ, અમે આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર 75 આમ આદમી ક્લિનિક્સ પંજાબના લોકોને સમર્પિત કરીશુ. આજે મોહાલીમાં ક્લિનિકની મુલાકાત લીધી અને કાર્યોનુ નિરીક્ષણ કર્યુ. અમે ભવિષ્યમાં પણ પંજાબીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ પોતે પાંચમા તબક્કામાં બનાવવામાં આવી રહેલા આમ આદમી ક્લિનિકની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે કેબિનેટ મંત્રી બ્રહ્મ શંકર અને રાજ્ય સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે આમ આદમી ક્લિનિક્સ રાજ્યભરના લોકોને વધુ સારી સારવારની સુવિધા પૂરી પાડશે. આ ક્લિનિક્સમાં MBBS ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, નર્સ અને અન્ય સ્ટાફ સહિત 4-5 લોકો રહેશે. અહીં લોકોને 100 ક્લિનિકલ ટેસ્ટ સાથે મફત સારવાર આપવામાં આવશે. આ ક્લિનિક્સ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. આનાથી રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં સુધારો થશે તેવુ માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ પોતે કહ્યુ હતુ કે આ દવાખાનાઓમાં 90 ટકા દર્દીઓની સારવાર કરવામાં આવશે. જેનાથી અન્ય હૉસ્પિટલોનો ભાર ઓછો થશે. આ સરકાર લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવા કટિબદ્ધ છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ ક્રાંતિકારી પગલુ લેવામાં આવ્યુ છે. આ ક્લિનિક્સમાં દર્દીઓને ઑનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
